________________
૩e
સૈકાલિક આત્મવિજ્ઞાન અસરથી મુક્ત થવામાં સહાયક છે, તથા સ્વયં સત્ બનવા ઉદ્યમી છે તે સંત છે. સાધુ -
(૧) સહન કરે તે સાધુ છે. (૨) સાધના કરે તે સાધુ છે. (૩) સાધનામાં સહાયક થાય તે સાધુ છે. (૪) નિર્દોષ સાદું જીવન જીવે તે સાધુ છે. (૫) સદાચારી છે તે સાધુ છે. (૬) યમ નિયમ યુક્ત સંયમી જીવન જીવે છે તે સાધુ છે. (૭) જે સાધ્ય અને સાધનથી મુક્ત થઈ સાધના કરે છે અને સાધનામાં
સાધ્યની પ્રાપ્તિ માટે સાવધાન છે તે સાધુ છે. (૮) મોહ સાથે ઝઘડે છે અને મોક્ષ માટે ઝૂરે છે તે સાધુ છે. (૯) જે સ્વાવલંબી અને સ્વાધીન છે તે સાધુ છે.
(૧૦) આધિ (મન સુધી દુઃખની અસર-માનસિક કલેશ) વ્યાધિ (શારીરિક રોગ) અને ઉપાધિ (બાહ્ય પ્રતિકૂળ સંયોગ) ની જેને અસર ન થાય તે સાધુ છે.
(૧૧) ઉપાધિ કે વ્યાધિ જેને આધિ રૂપે ન પરિણમે અને જે સદા સમ + આધિ એટલે કે સમાધિમાં રહે છે તે સાધુ છે.
(૧૨) મરણનો જેને ભય નથી, ઉચ્ચ-નીચનો જેને ભેદ નથી, નામ કર્મની પુણ્યપ્રકૃતિ, યશ-કીર્તિ આદિમાં જે મૂંઝાતો નથી, શાતાને જે શોધતો નથી અને અશાતાથી જે ડરતો નથી, એવો ચારે અધાતીકર્મ, આયુષ્યકર્મ, ગોત્રકર્મ, નામકર્મ અને વેદનીય કર્મની પુણ્યપ્રકૃતિની લાલસાનો જે ત્યાગી છે તે સાધુ છે.
(૧૩) જેણે રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારવ ઉપર વિજય મેળવ્યો છે તે સાધુ છે. સંન્યાસી -
જેણે પોતાના માટે કાંઈ જ ન રાખતાં પોતાનું બધું જ દુનિયાને દઈ દીધું છે તે સંન્યાસી છે.
(૧) મન વચન-કાયાના ત્રણે યોગને અક્રિય બનાવવાની ધૂનમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org