________________
૩૪
સૈકાલિક આત્મવિજ્ઞાન સર્વવિરતિ અપ્રમત્ત ગુણ સ્થાનક કહે છે. જ્યાં સાધકને આત્મ સાક્ષાત્કાર, આત્મસુખ, બ્રહ્મસુખ, પૂર્ણતાના સુખની ક્ષણિક પણ ઝાંખી થાય છે. ઝલક પ્રાપ્ત થાય છે. છઠ્ઠાથી સાતમે અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનકે આવનજાવન ચાલુ રહે છે. એમ કરતાં સાતમા ગુણસ્થાનક અધ્યવસાયનો કાળ અને રસ વધતાં સાધનાનો છેલ્લો તબક્કો જેને ક્ષપકશ્રેણિ કહેવાય છે તેની શરૂઆત થાય છે.
આઠ, નવ, દસ ગુણસ્થાનક :
અહીં જે છેવટનો સંજવલન કષાય (કષાયની રસમંદતા) રહ્યો હોય છે તેનો તથા સર્વ ઘાતી કર્મો કે જે આત્માના જ્ઞાન સ્વરૂપ કેવલજ્ઞાનનો ઘાત-નાશ કરનારાં કર્મો ના ક્ષય ની શરૂઆત થાય છે. અને આઠમા, નવમા, દશમા ગુણસ્થાનકે આરૂઢ થાય છે.
બારમું ગુણસ્થાનક :
જ્યાં દશમા ગુણસ્થાનકની અંતે વીતરાગતાની પ્રાપ્તિએ મોહનીયકર્મનો સર્વથા નાશ કરે છે. અને બારમા ગુણસ્થાનકે પ્રવેશ થાય છે. અહીં મતિજ્ઞાન સંપૂર્ણ અવિકારી બને છે. આ કક્ષાએ મોહમુક્તિ છે.
તેરમું ગુણસ્થાનક -
પરંતુ જ્ઞાન ઉપરનું આવરણ હજુ દૂર થયું નથી. વીતરાગતા તે આવરણરૂપી દર્શનાવરણીયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મ એમ ત્રણ ઘાતી કર્મોનો નાશ કરીને, હઠાવે છે પછી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને સંયોગી કેવલિ અવસ્થા કહેવાય છે અને તે તેરમું ગુણસ્થાનક છે.
અહીં આ કક્ષાએ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સર્વ આવરણથી રહિત, રાગદ્વેષથી રહિત, સર્વ વિકલ્પથી રહિત એવું સર્વ ક્ષેત્રના, સર્વકાળના, સર્વ દ્રવ્યના, સર્વ ગુણ અને પર્યાનું જ્ઞાન હોય છે તેથી તે જ્ઞાન, વીતરાગ જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન અને સર્વજ્ઞ જ્ઞાન કહેવાય છે. જેને ટૂંકમાં કેવલજ્ઞાન કહે છે. સાધનાની આ ચરમ સીમાએ જીવનો ઉપયોગ અવિકારી અને અવિનાશી બને છે.
ઉપયોગ એટલે જીવનું જ્ઞાન અને દર્શન અથવા જોવા ને જાણવાની શક્તિ, જ્ઞાન ક્રમિક હતું તે અક્રમિક થાય છે, અને ઉપયોગવંત દશાની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થા સયોગી-સદેહી પરમાત્મ અવસ્થા છે. સાધકની સાધનાની અહીં સમાપ્તિ થાય છે. શુદ્ધભાવ-સ્વભાવદશાની પ્રાપ્તિ થાય છે. આ દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org