________________
૩ર.
સૈકાલિક આત્મવિજ્ઞાન સાત્વિકભાવ અધ્યાત્મનું સંધિસ્થાન છે છતાં ય ત્યાં આત્માના સ્વરૂપનું અજ્ઞાન હોય છે. સ્વરૂપ અભાનદશા હોય છે. પરંતુ શુભ-સાત્વિક ભાવ હોય છે. જેના સથવારે સત્સંગથી સદ્વાચનથી કે ચિંતન-મનન મંથનની ઉઘાડ થાય છે અને “જગત મિથ્થા બ્રહ્મ સત્યનું અર્થાત્ સંસારની અસારતાનું ભાન થાય છે. નિત્યાનિત્ય, ભેદભેદ, વૈતાદ્વૈતનો વિચાર આવે છે. આત્માની અવિનાશીતા અને દેહની ક્ષણભંગુરતાનું ભાન થાય છે.
ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક -
દેહાત્મબુદ્ધિમાંથી દેહ અને આત્માની ભિન્નતાને સમજતો થાય છે. અવિનાશીનું લક્ષ્ય થાય છે. મોક્ષસુખની, પૂર્ણસુખની, શાશ્વત સુખની ખેવના થાય છે. નશ્વર-ક્ષણિક-આભાસી એવાં ભૌતિક સુખ પ્રતિવૈરાગ્ય જાગે છે. સાથે સાથે અવિનાશી એવી પરમાત્મ વ્યક્તિ તથા પરમાર્થ વ્યક્તિના ચાહક અને વાહક એવાં સંત-સાધુ-સંન્યાસી-મુનિ-મહાત્મા-ગુરુદેવો પ્રત્યે ભક્તિભાવ જાગે છે. વળી પરમાત્મ વ્યક્તિ એવાં અરિહંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા કથિત મોક્ષમાર્ગ-અધ્યાત્મમાર્ગ કે જે ધર્મ છે તેના પ્રતિ પ્રીતિ થાય છે, આમ દેવગુરુ-ધર્મ પ્રતિ પ્રીતિ અને ભક્તિ જાગે છે.
આ સાધનાનું ચોથું સોપાન એટલે કે ચોથું ગુણસ્થાનક છે. જે દૃષ્ટિ પરિવર્તન છે. સાધનાના આ ગુણસ્થાનકે અભિપ્રાય, મંતવ્ય બદલાય છે. દષ્ટિ ફરે છે. ખોટી મિથ્યા દૃષ્ટિનું સાચી સમ્યગ દૃષ્ટિમાં પરિવર્તન થાય છે. દેહાત્મબુદ્ધિ ટળે છે. ભેદદષ્ટિ ખૂલે છે. છતાં ત્યાગ હોતો નથી. તેથી તેને સમ્યગૃષ્ટિ અવિરતિ કહે છે. આ તબક્કે અનંતાનુબંધી કષાયમાં સુધારો થાય છે. અહીં ધર્મ પ્રવેશ છે; પણ ધર્મક્રિયા નથી. માંગમાં વિવેક છે પણ મર્યાદા નથી. ભોગમાં વિવેક છે પણ મર્યાદા નથી.
પાંચમું દેશવિરતિ સભ્યદૃષ્ટિ ગુણસ્થાનક :
અવિરતિ સભ્યદૃષ્ટિ સાધકમાં ત્યાગવૃત્તિની સાથે ત્યાગપ્રવૃત્તિની શરૂઆત થાય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં આંશિક પણ ત્યાગ-પચ્ચખાણ ચાલુ થાય છે. સત્સંગનું પ્રમાણ વધે છે અને ત્યારે તે સમ્યગ્દષ્ટિ દેશવિરતિ કહેવાય છે. જે પાંચમું ગુણસ્થાનક છે જે દૃષ્ટિ પરિવર્તન થયું હોય છે તેની જાળવણી રક્ષા અને વૃદ્ધિ તથા શુદ્ધિ વિરતિથી એટલે કે ત્યાગ પચ્ચખાણાદિના કારણે જ થાય છે. અહીં આરંભ પરિગ્રહ અને ભોગનો આંશિક ત્યાગ હોય છે. છતાં ય આ દેશવિરતિમાં પણ ગૃહસ્થાવાસના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org