________________
૨૧
અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ ઈન્દ્રિયો સ્થળ છે. પ્રાણ સૂક્ષ્મ છે. અને મન તેથી વિશેષ સૂક્ષ્મ છે. પ્રાણ એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજવી. એથી આગળ બુદ્ધિ, મનથી પણ અધિક સૂક્ષ્મ છે અને જેના આધારે મન અને બુદ્ધિ રહેલ છે તે આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં શૂન્ય છે. શૂન્ય એટલે વસ્તુ અભાવ નહિ પરંતુ અસર અભાવ. કોઈ પણ પર વસ્તુ કે વ્યક્તિની ન તો એને અસર પહોંચે છે કે ન તો તે પોતે કોઈને અસર પહોંચાડે છે.
સાધનાનું કેન્દ્ર અંતઃકરણ છે. પ્રથમ જરૂર અંતઃકરણની શુદ્ધિ કરવાની છે. પછી શુદ્ધ અંત:કરણથી શૂન્ય બનાય છે. જ્યારે મનનું અમન કરી મનાતીત, વિકલ્પરહિત એટલે વિકલ્પાતીત-નિરિહિ થઈ નિર્વિકલ્પક અને બુદ્ધિથી અતીત થઈ બુદ્ધ બનાય છે.
પૂર્ણમાંથી, પૂર્ણના આલંબનથી આપણે શુદ્ધ ચૈતન્યતારૂપ વીર્યશક્તિ પ્રાપ્ત કરી શકીએ. પરંતુ માત્ર બહારના નિમિત્ત કારણરૂપ પદાર્થોથી પરમાત્મા નથી બનાતું. સ્વમાં પરમાત્મા સ્વરૂપ દૃષ્ટિ કરી જ્ઞાન-ધ્યાન કરીએ તો પરમાત્મા બનાય છે. બહારના દેવ ગુરુ-ધર્મના નિમિત્તકારણને, અરિહંત-સિદ્ધ પરમાત્માના જ્ઞાન-ધ્યાન-સેવા-ભક્તિ આદિથી, ગુરુ ભગવંતની સેવા પૂજા, વૈયાવચ્ચ ભક્તિ આદિથી, અને ધર્માચરણથી તૈયાર કરવા જોઈએ. ધર્મના સાધન અને ક્ષેત્ર મળ્યા છતાં જો પરમાત્મા તત્ત્વ સંબંધી ધર્મભાવ ન આવે તો પરમાત્મા નહિ બની શકાય. ઉપકરણ અને કરણ વડે જો અંત:કરણ તૈયાર નહિ કરીએ તો આપણી ક્રિયા મોક્ષમાર્ગની હોવા છતાં આપણે મોક્ષમાર્ગી નહિ થઈએ. ક્રિયામાંથી ભાવમાં જવાનું છે. ભાવમાંથી ધ્યાનમાં જવાનું છે અને અંતે ધ્યાનમાંથી જ્ઞાન અર્થાત કેવલજ્ઞાનમાં જવાનું છે.
આત્મામાં જેમ જેમ શુદ્ધ ચૈતન્ય રસ ભળે તેમ તેમ જ્ઞાન નિર્વિકારીશુદ્ધ બનતું જાય છે, ઉપકરણ પુદ્ગલનું છે. જે સંયોગ-વિયોગરૂપ છે. અંતઃકરણ એ સ્વરૂપ છે જે નિત્ય પ્રાપ્ત છે, ઉપકરણને અંતઃકરણ ન મનાય. ઉપકરણ અંતઃકરણ માટે છે. બાહ્ય અત્યંતર માટે છે. જેમ દ્રવ્ય વડે ભાવ છે તેમ તેનાથી ય વધારે કિંમતી ભાવ વડે ભાવ છે. ભાવ વિના તો ભાવ છે જ નહિ પછી ભલે દ્રવ્ય વડે ભાવ કરીએ. જે ઉપકરણ રૂપ દ્રવ્યો બનાવ્યા છે તે પણ ભાવ તત્ત્વ બનાવ્યા છે. * આત્માનું સ્વરૂપ ઉપર જણાવ્યું તે પ્રમાણે કેવલજ્ઞાન છે. જે માત્ર જ્ઞાન અને ઉપયોગ રૂપ છે. જ્યારે મતિજ્ઞાન એ ઉપયોગરૂપ-ધ્યાનરૂપ અને જ્ઞાનરૂપ છે. કેવલજ્ઞાનના ધ્યાન વડે આત્માનું મતિજ્ઞાન કેવલજ્ઞાન બને છે. ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org