________________
૨૫
અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ સાધના ઊંચી અને ઊંચી થતી જાય છે. આગળ આગળની સાધના થાય છે. સાધનથી સિદ્ધિ મેળવી તેનાથી પર થવું તે સાધના છે.
ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકની સાધનામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ઉપકરણો હોય છે. સાતમા ગુણસ્થાનકે અને ત્યારબાદ ક્ષપક શ્રેણિ કે ઉપશમશ્રેણિ માંડે છે એમાં જે સાધના છે તે કેવળ અંતઃકરણની સાધના છે. એ ગુણસ્થાનકોની ઉપકરણ અનુલક્ષીને વ્યવહારુ વાતો પણ નથી. (૮ થી ૧૨ ગુણસ્થાનકો)
યોગ શૈર્યતા આવવી જોઈએ. સ્વાવલંબી બનવું જોઈએ. સાધનમાં ઓછામાં ઓછા સાધન કરતાં જવું જોઈએ. સાધન ખોટાં નથી પણ સાધન પ્રાપ્ત કરી સાધકે જે સાધકભાવો કરવાં જોઈએ અગર તો થવા જોઈએ તે થતાં નથી. એની ઊણપ છે. સાધન જો સાચા સાધકભાવો કરે તો સિદ્ધિ પામે. સાધક સાચો ત્યારે કે જ્યારે એની સાધનામાં એ સાધનોથી પર થતો જાય એટલે કે ઉપર ચઢતો જાય.
જ્યાં કરણ અને ઉપકરણની પ્રધાનતા માટે આગ્રહ હોય ત્યાં સંપ્રદાયવાદ હોય છે. આધ્યાત્મની મૂળદષ્ટિ સ્વયંની જિજ્ઞાસા અને વિવેકદૃષ્ટિ હોય છે, જે અંતઃકરણનું તત્ત્વ છે.
અધ્યાત્મમાં પુણ્ય અને પાપકર્મ ઉપર દૃષ્ટિ ન કરાતાં એથી પર પરમાત્મ ઉપર દૃષ્ટિ કરવાની હોય છે. જિજ્ઞાસામાં સતત્ત્વની શોધ માટે વિવેકનો ઉપયોગ હોય છે અને સત્ય ન સાંપડે ત્યાં સુધી અજંપો અને પીડા હોય છે. વિવેક અને જિજ્ઞાસા એ મોક્ષમાર્ગમાં અત્યંતર પ્રાપ્ત સાધન છે, જેનાથી તરાય છે, ભવપાર ઉતરાય છે.
બાહ્ય પંચાચારના સાધનના સેવનથી અને પાલનથી વિવેક જિજ્ઞાસા આદિ જે અસાધારણ કારણ છે અર્થાત્ નિશ્ચય કારણ છે એને પામી શકાય છે, અને તરી શકાય છે. સામાયિક આદિની આપણી સાધકની ક્રિયા પૂરી થયેલી ત્યારે જ લેખાય જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. કૃતકૃત્ય થઈએ ત્યારે પૂરું થયું કહેવાય. ત્યાર પછી ક્રિયા કરવાની જ ન હોય.
ઉપકરણ અને કરણ વડે જીવ અંતઃકરણમાં પ્રવેશ કરે તેની જવાબદારી ગુરુની, શાસ્ત્રની, અને શાસ્ત્રના પ્રવક્તાની છે. અંતઃકરણમાં મોક્ષને યોગ્ય સાત્ત્વિક ભાવ હોય તો સમક્તિ વર્તી શકે છે. પછી કરણ-ઉપકરણ ગમે તે ભેદે હોય. સિદ્ધના પંદર ભેદનો પાઠ આ વિધાનને પુષ્ટિ આપનાર છે માટે જે સાધકે સ્વયં માટે તો સાધનાનો આગ્રહ અંતઃકરણમાં રાખવાનો છે. પ્રત્યેક સાધકે સ્વયંનું નિરીક્ષણ કરવાનું છે કે અનુકૂળ ઉપકરણ-કરણને પામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org