________________
અધિકરણ-ઉપકરણ-અંત:કરણ
૨૩ વૃત્તિ છે તેને પણ જો પરિહરવાની વાત અને વિધાન હોય તો બહારના ઉપકરણ અને કરણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવને કયાંથી દુરાગ્રહી બની પકડી રાખવાનાં હોય? એમાં અટકી જઈ એનો આગ્રહ કેમ રખાય? તેમાં અંતિમ સત્ય અને સિદ્ધાંત સિદ્ધ કેમ કરાય ? ક્ષપકશ્રેણિ મંડાય, આઠમા-નવમા-દશમા-બારમા ગુણસ્થાનકે આરોહણ થાય ત્યારે નામ-લિંગ વેશનો આગ્રહ નથી કે મહત્ત્વ નથી. તો પછી ઉપકરણ અર્થાત્ સાધનનું મહત્ત્વ કયાંથી રહે? એ વખતે સાધકને ચોક્કસ કયા ઉપકરણના ભેદો હોય ?
ક્ષપકશ્રેણિ વખતે અસાધારણ કારણ અર્થાતું, ગુણ અને ઉપાદાન કારણ અર્થાત ગુણી અભેદ હોય છે. તે દ્રવ્યના ગુણ પર્યાયરૂપ છે. જ્યારે અપેક્ષા કારણ અને નિમિત્ત કારણ એ પરદ્રવ્ય રૂપ છે જે ભેદરૂપ છે અને જુદાં જુદાં છે એટલે કે ભિન્ન છે.
ઉપકરણ અને કરણને સાધનાના નિષેધાત્મક (Negative) અને અંતઃકરણને વિધેયાત્મક (Positive) સાધન સમજી તે અનુસાર તેનું મૂલ્યાંકન કરી સાધના કરવી જોઈએ. ઉપકરણ અને કરણ સુધી તો વ્યવહાર સાધના હોય છે. નિશ્ચય સાધનાની શરૂઆત તો અંત:કરણથી જ થાય છે અને તેની શરૂઆત વીર્યશક્તિના ક્ષયોપશમથી થાય છે.
મોહનો સર્વથા નાશ અને પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ એ મોક્ષમાર્ગની નિશ્ચયરૂપ સાધના છે. જેનો પ્રધાન સંબંધ અંતઃકરણથી છે. પંદર પદે જે સિદ્ધોના ભેદો રહ્યાં છે તે નિર્વાણ પ્રાપ્તિની પૂર્વાવસ્થાના કરણ-ઉપકરણ અનુલક્ષી ભેદો છે. એ સ્વરૂપ આશ્રિત ભેદો નથી. નિર્વાણપદમાં ભેદ નથી. સાધનના બધા ભાવો દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉપયોગમાં છે, કરણ-ઉપકરણમાં નથી. એકથી દશ સુધીના ગુણસ્થાનકો જેમ મોહનીય ભાવના છે તેમ ઉપયોગના પણ છે.
ધર્મશાસ્ત્ર સમજવા હોય તો સ્વરૂપથી સમજવા જોઈએ. માત્ર બાહ્ય સાધનાથી ધર્મશાસ્ત્ર સમજવાં ન જોઈએ, કેમ કે સાધન તો પરિવર્તનશીલ છે, અનિત્ય છે. સામાયિક આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના ઉપયોગથી થાય છે. બહારનું અનુકૂળ સાધન તો કટાસણું, ચરવળો-સ્થાપનાજી આદિ છે; જે ઉપકરણો છે. તે અંદરના આત્માના-અંતઃકરણના સામાયિક ભાવનું અર્થાત્ સમભાવનું બાહ્ય પ્રતીક છે. એ પ્રતીકના કારણે અન્ય એના સાધભાવને સમજી-સન્માનીને ખલેલ પહોંચાડતા નથી. પોતાના રૂપમાં પોતે જાય તે માટેનું અનુરૂપ જે કારણ છે તે અસાધારણ કારણ છે, અને એ પોતાનો ઉપયોગ છે. અર્થાત્ સાધક વ્યક્તિનું સ્વયંનું અંતઃકરણ છે. જ્યારે નિમિત્તકારણ એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org