________________
૨૬
સૈકાલિક આત્મવિજ્ઞાન અંત:કરણની શદ્ધિ થઈ કે નહિ ? મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ-ચાર અંત:કરણના ભેદ છે. મનમાં ઈચ્છાના તરંગો શાંત થયાં કે નહિ ? બુદ્ધિ સદ્ગદ્ધિ થઈ કે નહિ ? ચિત્તમાંથી બિનજરૂરી સ્મૃતિનો સંગ્રહ રૂપી કચરો નીકળી જઈ ચિત્ત ચોખ્ખું થયું કે નહિ ? પર પૌદ્ગલિક વસ્તુ પ્રત્યેનો મારાપણાનો ભાવ હુંકાર ભાવ તે અહંકાર. એ અહંકાર ઓછો થયો કે નહિ તેનું સાધકે આંતરદર્શન કરવું જોઈએ.
અંતઃકરણમાં આશય અને લક્ષ્ય મોક્ષના હોય તો તે આત્મા સમ્યગભાવમાં વર્તતો હોય છે. પરંતુ જો આશય અને લક્ષ્ય મોક્ષના ન હોય તો તેવો આત્મા પહેલા ગુણસ્થાનકે હોય છે.
પ્રથમ ઉપકરણથી ધર્મ થાય પછી આગળ કરણથી ધર્મ થાય. ઉભય બાહ્યધર્મ છે. એથી આગળ ખરો ધર્મ અંતઃકરણથી થાય છે. દાન-શીલ-તપભાવ ધર્મના ક્રમમાં પણ સહેજે આ વાત સમજાય એમ છે. ઘાતકર્મ ખપે છે અંતઃકરણથી કરેલ ધર્મ વડે. યમ, નિયમ એટલે કે ઉપકરણ-કરણમાં ન અટકતાં સાધકે અંતઃકરણમાં આગળ વધવું જોઈએ. બાહ્ય તપનો કરણ ધર્મમાં સમાવેશ થાય જ્યારે અત્યંતર ધર્મનો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, કાઉસગ્નનો અંતઃકરણમાં સમાવેશ થાય.
યમ-નિયમ એટલે પાંચ મહાવ્રત કે બાર અણુ વ્રતથી ન્યાય-નીતિપ્રમાણિકતા આદિ પૂર્વકનું જિવાતું નિર્દોષ, નિરુપદ્રવી વિવેકી જીવન.
ત્યારબાદ આસન બતાડેલ છે, જે આસનનું વિધાન જૈનદર્શનમાં સંલીનતા તપથી બતાડેલ છે કે અંગોપાંગ સંકોચીને રાખવા. આસનથી શરીર રોગી ન થતાં યોગી બની રહે છે જેની અંત:કરણ ઉપર અસર થાય છે.
એથી આગળ પ્રાણાયામ અને પ્રત્યાહાર બતાડેલ છે. જેનાથી મનોનિગ્રહ અને ઇન્દ્રિયનિગ્રહ અનુક્રમે કરવાનો હોય છે. એની પણ અસર અંતઃકરણ ઉપર થાય છે. માટે ઉપયોગી છે. આ કરણ (શરીર)થી થતી સંયમ અને તપની સાધના છે.
ત્યાર પછીના અંતિમ તબક્કામાં શુદ્ધ ને સ્થિર થયેલ શરીર ઈન્દ્રિય પ્રાણ-મન અને બુદ્ધિને પરમાત્માના સ્વરૂપની વિચારણાના ચિંતનથી ધારણા ધ્યાન અને સમાધિમાં પ્રવેશવાનું છે જે અંતઃકરણની સાધના છે.
પરક્ષેત્રી, પરસાધન એવાં ઉપકરણ અને સ્વક્ષેત્રી અભિન્ન સાધન એવાં કરણ દ્વારા સાધકે અંત:કરણ અર્થાત્ અસાધારણ ને ઉપાદાનકરણમાં પ્રવેશ કરીને ત્યાં અંતરક્રિયા કરી મોક્ષ-પુરુષાર્થ કરવાનો છે. કરણ અને ઉપકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org