________________
અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ
૨૭ દ્વારા જે સાધના થાય છે તે નિષેધાત્મક (Negative) સાધના છે, જે અધિકરણ સામે બચાવ (Defence) સંરક્ષણરૂપ છે જ્યારે અંતઃકરણ ઉપાદાન, અસાધારણ કરણની શુદ્ધિ કરવારૂપ સાધના કરવી તે મોક્ષમાર્ગમાં વિધેયાત્મક (Positive) સાધના છે, જે કર્મ ઉપરનું સીધું આક્રમણ (Attack) અર્થાત્ હુમલો છે.
ઉપકરણ અને કરણથી અતીત થવું જોઈએ અને ભાવ આશ્રિત ભાવ કરવા જોઈએ. અર્થાત્ અંતઃકરણ અંતરાત્માને ખીલવવા-કેળવવો (Develop) કરવો જોઈએ.
તપ દરમિયાન મનને કરણ (શરીર)થી જુદું પાડવું જોઈએ. દેહાધ્યાસ છોડી દેવો જોઈએ. માત્ર કરણ-ઉપકરણ સુધીની જ સાધના કરવાને અંગે અભવિજીવો નવરૈવેયકના સ્વર્ગસુખ સુધી જ પહોંચી શકે છે. અપવર્ગના મોક્ષ સુખને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી કેમકે અંતઃકરણની તથા પ્રકારની અભ્યતર સાધના થતી હોતી નથી.
રસ-રુધિર-માંસ-મેદ-મજ્જા-અસ્થિ અને શુક્ર (વીર્ય) જેમ શરીરની સાત ધાતુ છે. તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એ પાંચ આત્માની ધાતુ છે. પાંચ જીવના સ્વરૂપ લક્ષણો છે અને તે અંતઃકરણમાં રહેલ છે. એના દ્વારા પરમાત્મા સાથે સંબંધિત થઈ સ્વરૂપને અનુરૂપ જ્ઞાનાચાર-દર્શનાચારચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર એ પંચાચાર તરીકે ઓળખાતા પાંચ આચારનું પાલન-સેવન કરી સાધકે સ્વરૂપથી તદ્રુપ થવું જોઈએ.
સામાયિક લેવાની પારવાની ક્રિયામાં માંગવામાં આવતા આદેશથી પણ સ્પષ્ટ થાય છે કે ઉપકરણ-કરણમાંથી અંતઃકરણમાં જઈ ઉપકરણ કરણની મદદથી અંતઃકરણમાં ધર્મ કરવાનો છે.
“સમાયિક મુહપત્તી પડિલેહું, એ આદેશ ઉપકરણ વિષયક છે. “બેસણું સંદિસાહું” અને “બેસણે ઠાઉ” એ કરણ વિષયક આદેશ છે અને અંતે “સઝઝાય સંદિસા ને “સઝઝાય કરું' એ અંતઃકરણને લગતો આદેશ છે.
એ જ પ્રમાણે સામાયિક પારવાના સામાયિક વયજુરો સૂત્રમાં “સામાયિક વયજુરો” એ ઉપકરણ વિષયક છે જ્યારે “જાવ મણે હોઈ નિયમ સંજૂરો છિન્નહિ અસુહ કમ્મ” એ અંત:કરણ સૂચક છે. ૦ ૦ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org