________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
૨૪
ઉપકરણ એટલે કે દેવ ગુરૂમંદિર-મૂર્તિ-આગમ-ગ્રંથાદિ સ્વરૂપમાં જવાનું અનુકૂળ સાધન છે. જ્યારે અધિકરણ એ તો સ્વરૂપથી વિમુખ બનાવનાર એવું વિભાવમાં લઈ જનારું આત્માને પ્રતિકૂળ સાધન છે. ધર્મ અંતઃકરણને સામેલ રાખીને કરણ દ્વારા કરવાનો છે. ઉપકરણ તો અધિકરણથી બચવા રૂપ સાધન માત્ર છે.
અધિકરણનું ઉત્પાદન કરીને એ ઉત્પાદિત સામગ્રીનો ભોગ પણ નિદ્રામાં નથી કરી શકતા. જાગૃતાવસ્થામાં જ એ ઉત્પાદિત સામગ્રીનો ભોગ કરી શકાય છે એ આપણા સહુના અનુભવની વાત છે.
જેના પરથી સાધકે વિચાર કરવાનો છે કે - ઉપકરણયુક્ત કરણ વડે અંતઃકરણની જાગૃતિ સિવાય આત્મસુખ શી રીતે પ્રાપ્ત થશે ? આત્મા તો ત્યારે જ મળે જ્યારે આત્માને સંભાળીએ. શાસ્ત્રો ભણવા છતાં જો આત્માને સંભાળવામાં ન આવે તો આત્માને નિરાવરણ નથી કરી શકાતો. એથી વિપરીત, શાસ્ત્ર નહિ ભણવા છતાં ય જો આત્મા પ્રત્યે જાગૃતિ રાખીશું, તો સકામ નિર્જરા કરી શકીશું. મારુષ, માતૃષ મુનિનું દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે.
અધિકરણની અપેક્ષાએ ઉપકરણ અને કરણની ખૂબ કિંમત છે. એમાં સાધકે જાગૃત રહેવાનું છે. અધિકરણ અગર ઉપકરણ પુદ્ગલના બનેલા હોય છે જે નાશવંત હોય છે. એનાં શાસ્ત્રો પણ બદલાતાં રહે છે, નિત્ય નથી. ઉપકરણ (સાધન) સાધકને સાધનમાં આવશ્યક છે અને અનુકૂળ છે, પરંતુ ઉપકરણ અમુક જ જોઈએ અગર અમુક ઉપકરણ હોય તો જ સિદ્ધિ વરે એવો આગ્રહ ન હોવો જોઈએ. આની સામે અંતઃકરણ અર્થાત્ આત્મા અર્થાત્ ઉપયોગ એ નિત્ય છે-શાશ્વત છે-અવિનાશી છે.
આત્મા-અંતઃકરણ જ સાધનાની સિદ્ધિરૂપે પરમાત્મા બને છે. સાચા સાધકો અને જ્ઞાની પુરુષો કદી બહારનાં ઉપકરણોના ઝઘડા કરે નહિ. જો કરે તો જ્ઞાની નહિ. જેનું ઉપકરણ હોય તેનું તેને સોંપી દેવું જોઈએ. આપણે આપણું ઉપકરણ સાધના માટે બનાવી લઈ તેની મદદથી સાધ્યની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
મનુષ્ય ભવની કિંમત કરી છે તે એટલા જ માટે કે અપેક્ષા અને નિમિત્ત કારણને પામીને મનુષ્યનો જીવ જ મોક્ષના કારણરૂપ અંતરંગ અસધારણ કારણ (ગુણ) અને ઉપાદાન કારણ (ગુણી સ્વયં) ને પામી શકે છે.
જેમ જેમ ઉપકરણો (સાધનો) ઓછાં થતાં જાય તેમ તેમ સાધકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org