________________
સૈકાલિક આત્મવિજ્ઞાન મોક્ષ વડે ઉપયોગનું સુખ વેદનાર નિરાવરણ બને છે અને મુક્ત થાય છે. તો પછી પ્રશ્ન ઉદ્ભવે કે કરણ-ઉપકરણની કિંમત શી ? અધિકરણ છોડીને નિષ્પાપ-નિરૂપાધિક બનાય કે જે સ્થિતિ ઉપયોગથી ઉપયોગની અર્થાત્ શુદ્ધિ માટે અનુકૂળ છે. એ જ ઉપકરણની કિંમત છે, જ્યારે અર્થ-કામ-ભોગની પ્રવૃત્તિ છોડીને સંયમ તપ રૂપ ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં પ્રવૃત્ત થવા તે કરણની કિંમત છે. જે પણ અંતઃકરણની શુદ્ધિમાં સહાયબળ છે. ઉપયોગથી ઉપયોગની સાધના ન સમજનાર, ઉપકરણ અને કરણની સાધનામાં અટકીને સંઘર્ષ ને ઝઘડા ઊભા કરે છે. ઉપકરણની અને કરણની સાધનામાં ઘણા ભેદ છે. જ્યારે અંત:કરણથી અંત:કરણની (ઉપભોગની) સાધનામાં કોઈ ભેદ નથી. એમાં પરિણામે નિર્વિકલ્પકતારૂપ અભેદતા હોવાથી સાધના ત્રણે કાળ મોક્ષ માર્ગની એકરૂપ છે. પરદ્રવ્ય આશ્રિત જે કાંઈ સાધના થાય તે નિષેધાત્મક (Negative) સાધના કહેવાય. માટે ઉપકરણ અને કરણ દ્વારા જે જે ધર્મક્રિયા કરીએ છીએ તે નિષેધાત્મક સાધના છે. જેથી કરીને આરંભ-સમારંભ-અવિરતિ આદિથી બચાવ થાય છે. જ્યારે વિધેયાત્મક (Positive) સાધના તો આત્માનો અનુભવ કરવો, આત્મભાવમાં વર્તવું તે છે.
ભોગ સાધ્ય નથી. યોગ સાધ્ય છે. અહીં યોગ એટલે જોડાણ લેવું. મોક્ષ સાથે આત્માને જોડનાર તે યોગ અને આત્માનું મોક્ષ સાથેનું જોડાણ ઉપકરણ(બહારના મંદિરમૂર્તિ-આગમશાસ્ત્રગ્રંથનું તથા ગુરુ ભગવંત આદિ આલંબન)ની સહાયથી કરણ મારફત થાય છે. તેથી જ એ કરણને મનવચન-કાયાને “યોગ” કહેલ છે. આત્માને કરણ (શરીરાદિ)ની પ્રાપ્તિ યોગ માટે થઈ છે અને નહિ કે ભોગ ભોગવવા માટે. ભોગમાર્ગે કરણનો વપરાશ એ દુરુપયોગ છે, કે જેના પરિણામે દુખ છે. ભોગ ભોગવ્યા બાદ ભોગ સામગ્રી ચાલી જાય છે. પણ યોગશરીર) ઊભો રહે છે. જે યોગ (શરીરાદિ)ને ભોગના અતિશયે રોગનું દુ:ખ ભોગવવાનો વારો આવે છે. અને આત્માને ભવાંતરમાં નરક-તિર્યંચ ગતિનું દુઃખ ભોગવવાનો સંયોગ ઊભો થાય છે. રાગવેષ અને સુખ-દુઃખથી અતીત થવું એનું નામ યોગ. એવો યોગ દેવનારકતિર્યંચ ગતિમાં નથી હોતો. એવો યોગ તો મનુષ્ય ગતિમાં હોય છે. માટે તેનું મહત્ત્વ સમજી મળેલ યોગનો સદુપયોગ કરી લેવો તે બહુ જરૂરી છે. ' અધિકરણની અપેક્ષાએ બેશક ઉપકરણ ઊંચા છે. ઉપકરણ આપણી સામે છે. ઉપકરણ, ઉપકરણની સામે નથી. એજ પ્રમાણે આપણે જ આપણી સામે છીએ અથવા તો સાથે છીએ. આત્માને ઉપયોગ (અંતકરણ) દૃષ્ટિથી જોવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org