________________
સૈકાલિક આત્મવિશાન ઉપકરણનું વિસર્જન થાય છે. કરણ (યોગ શરીર)ની અંતે રાખ થાય છે.
અત:કરણ (ઉપયોગ) કેવલજ્ઞાન (પરમાત્મા) બને છે. અહીં ઉપકરણનું વિસર્જન એટલે કે સાધનામાં જેમ જેમ, વિકાસ થતો જાય તેમ તેમ ઉપકરણો ઓછાં થતા જાય. જેમ કે શ્રાવકના ઉપકરણ કરતાં સાધુના ઉપકરણ ઓછાં હોય છે. એથી આગળ જિનકલ્પીને એનાથી ય ઓછાં હોય છે.
મોક્ષ પ્રાપ્ત કરવા માટે... ૧ ટકાની સાધના ઉપકરણ વડે છે. ૯ ટકાની સાધના કરણ વડે બાહ્ય સંયમ તપથી છે. ૯૦ ટકાની સાધના અંત:કરણ-ઉપયોગ વડે ઉપયોગને શુદ્ધ કરવાની છે.
“અઢાર પાપ સ્થાનક સૂત્રમાં પણ પહેલાં ચાર કે પાંચ પાપ જે ચાર કે પાંચ મહાવ્રતને લગતા છે તે યોગ સંબંધી છે. બાકીનાં ચૌદ ક્રોધથી લઈ મિથ્યાત્વ સુધીના પાપો ઉપયોગ (અંત:કરણ) સંબંધી છે. માટે જ જ્ઞાનીઓ ફરમાવે છે કે શ્રવણ કરતાં દસગણું મનન કરવું અને મનન કરતાં દસગણું નિદિધ્યાસન કરવું જોઈએ.
છતાંય ઉપકરણની કિંમત મોક્ષ-સાધનામાં મોક્ષપ્રાપ્ત અંગે ભલે માત્ર ૧ ટકાની હોય પણ અધિકરણ સામે બચાવ તો સો (૧૦૦) ટકા ઉપકરણ જ કરે છે.
અંત:કરણ એ અંતરંગ સાધન છે. ત્યાં દર્શન-જ્ઞાન અર્થાત જોવા જાણવાની શક્તિ છે. આ દર્શન-જ્ઞાનનો આધાર લઈને જ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે બુદ્ધિમાં સહુ-અસનું સંશોધન અને સારા-નરસાનો વિવેક છે.
એ જ દર્શન-જ્ઞાનનો આધાર લઈને બીજી તરફ ભાવ (હૃદય-લાગણી) ઉત્પન્ન થાય છે. આમ હૃદય અને બુદ્ધિનું મૂળ દર્શન-જ્ઞાન છે. જ્ઞાનદર્શન એ લક્ષણ ગુણ છે. જે ચૈતન્યગુણ છે. પ્રદેશપિંડ (અસ્તિકાય)માં જ્ઞાન-દર્શન ગુણના અસ્તિત્વને અંગે જ તે પ્રદેશપિંડ (અસ્તિકાય)ને ચૈતન્ય આત્મા કહેલ છે. જે અસ્તિકાયોમાં જ્ઞાન-દર્શન ઉપયોગ નથી તે અસ્તિકાયરૂપ હોવા છતાં અજીવદ્રવ્ય છે-જડ છે.
કરણ (શરીરાદિ)ના યોગભવ અને ભોગભાવ પણ અંતઃકરણ (ઉપયોગ)માંથી નીકળે છે. વળી ઉપકરણ તથા અધિકરણનું સર્જન કરનાર પણ ઉપયોગ છે. કરણ અને ઉપકરણ ઉભયને કામ કરાવનાર એનો ચાલાકસંચાલક અંતઃકરણ(ઉપયોગ) છે. વાસ્તવિક નિરાવરણ અવસ્થાની પ્રાપ્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org