________________
અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ
વ્યવહારથી કરાય છે તે વ્યવહાર-સંમત છે, અને યોગ્ય છે. મોક્ષમાર્ગમાં વ્યવહારમાર્ગે ઉપયોગ(અંતઃકરણ)ને યોગ (કરણ)થી સ્થિત કરવાનો હોય છે. જ્યારે નિશ્ચયમાર્ગ ઉપયોગને ઉપયોગ દ્વારા સ્થિર કરવાનો હોય છે.
મળેલાં મન-વચન-કાયાના યોગ(કરણ)ને ધર્મમય એટલે કે સંયમ-તપમય; દાન-શીલ-તપ-ભાવથી બનાવવાં જોઈએ.
૧૫
ઉપયોગ વડે યોગને શુદ્ધ કરી, શુદ્ધ યોગથી સાવરણ અશુદ્ધ ઉપયોગને નિરાવરણ શુદ્ધ ઉપયોગ બનાવવો એટલે કે સ્વરૂપનું નિરાવરણ કરવું. અર્થાત્ ઉઘાડું કરવું. જેનું નામ જ છે ‘કેવલજ્ઞાન !'
ઉપયોગ (અંતઃકરણ)માં વેદનતત્ત્વ છે, જ્ઞાન-દર્શન ઉપયોગ જ અંતે વીતરાગ થતાં કેવલજ્ઞાનમાં પરિણમે છે, દ્રવ્યમ-વચન-કાયયોગ અર્થાત્ કરણ કેવલજ્ઞાનમાં નથી પરિણમતું. દ્રવ્યયોગ સુખ દુઃખ નથી વેદતું. પરમાર્થથી તો આત્માનો ઉપયોગ જ દ્રવ્યયોગના માધ્યમથી સુખદુઃખને વેદે છે.
દેહાધ્યાસ જે છોડવાનો છે, તે માત્ર બાહ્ય સંયમ અને તપની ક્રિયાથી નથી છૂટતો, પરંતુ તે ઉપયોગની શુદ્ધિકરણરૂપ ક્રિયાથી દેહાધ્યાસ છૂટે છે. ઉપયોગ વડે ઉપયોગની શુદ્ધિ થાય છે. પોતાનું મન પોતાના મનને શુદ્ધ કરી શકે છે, અગર અશુદ્ધ કરી શકે છે. આત્મા જ આત્માનો તારક છે. મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે.
ભાવમન (મતિજ્ઞાનનો ઉપયોગ) જ ત્રણે યોગને ભોગની ક્રિયા કરવા હુકમ કરે છે. તેમ ભાવ મન જ યોગની ક્રિયા કરવા રૂપ હુકમ કરી શકે છે. યોગને હુકમ કરનાર ઉપયોગ છે પણ ઉપયોગને હુકમ કરનાર ઉપયોગ સ્વયં જ છે. જો ઉપયોગ ઉપયોગને હુકમ કરે તો ઉપયોગ એટલે કે અંતઃકરણ શુદ્ધ બને, નિરાવરણ થાય અને મુક્ત બને.
‘આત્મા (ઉપયોગ) આત્મામાં (ઉપયોગમાં) લીન થાય તો પરમાત્મા
બને.’
‘બહાર નીકળેલો બહારમાંથી અંદર અર્થાત્ બર્હિમુખી એવો અંતરમુખી થાય અને અંતરલીન બને તો અરિહંત બને.’
યોગને સંયમ અને તપમાં પ્રવર્તાવવા છતાં જો ઉપયોગની અર્થાત્ અંતઃકરણની શુદ્ધિ ન થાય તો કાંઈ યોગ(મન-વચન-કાયા) પરમાત્મા નથી બની શક્તો. પરમાત્મા તો ઉપયોગ જ થઈ શકે છે. યોગ એ બહિરંગ સાધન છે. કેવલજ્ઞાન જે સત્તામાં પડેલ (અંતર્ગત રહેલ) છે તે જ નિરાવરણ થઈને બહાર આવે છે. અને તેને બહાર લાવવાનું કામ ઉપયોગ કરે છે. જે અંતરંગ સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org