________________
૧૪
શૈકાલિક આત્મવિજ્ઞાન હોય છે. જ્યારે ઉપકરણની સ્થાપના ધર્મ અને મોક્ષ માટે હોય છે.
જીવે જે પુરુષાર્થ કરવાનો છે તે વર્તમાનકાળમાં પોતાને મળેલા મનવચન-કાયાના યોગ તથા ઉપયોગ વડે કરવાનો હોય છે. જીવને ભૂતકાળ અને ભવિષ્યકાળના યોગનો વર્તમાનમાં અભાવ છે. તેથી તે નષ્ટ અને અનુત્પન્નયોગ વડે પુરુષાર્થ કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. હવે જે યોગ છે અર્થાત્ કે કરણ છે તે ઉપયોગ વડે કામ કરી શકે છે. આ જે ઉપયોગ છે તે જ અંદરનું સાધન છે જે નિત્ય આત્માની સાથે રહેનારું સાધન છે જેનો અધિકરણ કે ઉપકરણની જેમ સંયોગ કે વિયોગ હોતો નથી. આનું જ નામ “અંતઃકરણ'. અંત:કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર (‘હું મેં અને “મારું” જે પર વસ્તુ સાથે જોડીએ તે સઘળાં અસત્ આકારો એટલે કે અહંકાર છે.). - આમ આ ઉપયોગ જે અંતરંગ સાધન છે, તેના બહિરંગ સાધન તરીકે ભોગ માટેના જે જે સાધનો છે તે અધિકરણ છે, અને મોક્ષમાર્ગ માટેનાં જે જે સાધનો છે, તે ઉપકરણ છે, અને અંતઃકરણને જે અધિકરણ સાથે કે ઉપકરણ સાથે યોજે-જોડે છે તે કરણ (યોજનાર-યોગ) છે. અર્થાત્ મનવચન-કાયયોગ છે.
સાધના કરવાની છે તે ઉપયોગની-અંત:કરણની છે, નહિ કે માત્ર યોગ (કરણ)ની. સાધન વડે સાધ્યની સાધના હોય એ વાત નિઃશંક છે. પરંતુ સાધન વડે સાધનની સાધના ન હોય. સાધના એ અંતરંગ તત્ત્વ છે. એ બહિરંગ તત્ત્વ નથી. બહિરંગ તત્ત્વ તો સાધનો છે, અનુભવન, શુદ્ધિકરણ ઉપયોગમાં થવું જોઈએ. જો ભાવમાં પરિવર્તન આવે, શુદ્ધિ થાય તો ઉપયોગ ઉપર અસર પડે. આમ ઉપયોગથી ઉપયોગ સુધરે તો ભાવ-સાધકપણું આવ્યું કહેવાય; નહિતર દ્રવ્ય-સાધક કહેવાય.
આપણી મુક્તિની સાધનામાં ઉપકરણની સહાયથી કરણ(યોગ) વડે કરાતી ક્રિયાઓ બાહ્યક્રિયા છે, જેના પરિણામરૂપે કરણ(યોગ)થી અંત:કરણપૂર્વકની અર્થાત ઉપયોગપૂર્વકની, મુક્તિના લક્ષ્ય સાથે અંતરક્રિયા થવી જોઈએ.
યોગ-કરણ સાપેક્ષ બહિરંગ સાધનો જે છે તે બધાં જીવને પરદ્રવ્ય છે, અને ભેદરૂપ છે. ધર્મની શરૂઆત ઉપકરણથી તો માત્ર દશ્યરૂપ છે, પણ ધર્મની વાસ્તવિક શરૂઆત તો મન, વચન-કાયાના યોગની શુભ પ્રવૃત્તિથી થાય છે. જેની અસર આત્માના ઉપયોગ ઉપર અર્થાત્ અંત:કરણ ઉપર ઊંચી થાય છે.
દેહસંગે આપણે દુઃખી થઈએ છીએ તો-દેહાતીત થવાની સાધના જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org