________________
૧૨
સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રતિબિંબિત થતું હોય પણ આપણે જોઈએ તો આપણું જ. બેંકમાં ખાતાં બધાંનાં જ પણ આપણને નિસ્બત આપણા ખાતાથી જ. એ જ પ્રમાણે શાસ્ત્રમાં આપણે આપણા માટે જ વિચારવાનું અને વિચારીને વિકાસ સાધવાનો. જગતના વ્યવહારમાં હું-“મેં” અને “મારું જ વિચારીએ છીએ. એ પ્રમાણે અધ્યાત્મક્ષેત્રે નથી વિચારતા, અધ્યાત્મક્ષેત્રે જાણવાનું બધું પણ જાણીને ઘટાવવાનું આપણામાં, અન્યમાં નહિ.
સ્વરૂપનો જે ઘાતી છે તે બ્રહ્મનો ઘાતી છે. બ્રહ્મસ્વરૂપ એવાં આપણે આપણા બ્રહ્મસ્વરૂપનો જ ઘાત કર્યો છે, અને બ્રહ્મઘાતી થયાં છીએ. જેણે જાતનો જ ઘાત ર્યો છે એ જગતનો ઘાત કરે અને ઘાતી બને એમાં આશ્ચર્ય શું ? અને એવો પછી એની સજા ભોગવે એમાં નવાઈ શું ? અને એનું દુઃખ શું ?
કોર્ટમાં ન્યાયાધીશ આગળ પોતાના દીકરાનું ખૂન કરી હાજર થયેલ વ્યક્તિ એમ કહે કે મારા દીકરા ઉપર મારો હક્ક હતો, મારી માલિકી હતી, મારી નીપજ હતી અને મેં નાશ ક્યું તો એવું કહેનારાને આકરામાં આકરી સજા ન્યાયાધીશ ફટકારે. એવું જ સ્વરૂપ ઘાતીનું છે. સ્વરૂપ ઘાતી બ્રહ્મની હત્યા કરનારો છે. એને આકરી જ સજા થાય.
આપણે ધર્મ સાધના એવી રીતે કરવાની છે કે આપણને આપણા મિથ્યાત્વઅવિરતિ-કષાય નડે નહિં અને અન્યના પણ આપણને નડે નહિ. અગર તો અન્યના મિથ્યાત્વાદિ ભાવો નડે તો તે પીડે નહિ, એમ સમભાવે સહન કરવાં. આ પ્રક્રિયાનું નામ જ મોક્ષમાર્ગ છે અને આવા મોક્ષમાર્ગે ચાલવાનો પ્રયત્ન એટલે કે તેવી મનોવૃત્તિની કેવળણી તે જ મોક્ષ પુરુષાર્થ છે.
કોઈપણ જીવને કોઈપણ પ્રકારે ઉપદ્રવરૂપ થઈએ, એના મન-વચનકાયાના યોગને દુભવીએ તે આપણો કષાયભાવ છે. જે કષાયભાવ કરવા માટે અવિરતિમાં આવવું પડે અને મિથ્યાત્વ મોહનીયના ભાવમાં હેઠા ઊતરવું પડે, કે જેમાં સ્વ પરનું ભાન ભુલાય છે અને સારાનરસાનો વિવેક ખોઈ બેસાય છે.
આપણે આપણને બગાડ્યા વિના જગતને બગાડી શક્તા નથી. આપણે આપણને સુધાર્યા વિના જગતને સુધારી શક્તા નથી. જગતને ઠીક કરવાની જરૂર નથી. ઠીક તો પોતાની જાતને કરવાની જરૂર છે. જગત તો ઠીક છે. ઠીક જાતને કરવાની અને ઠેકાણું જાતનું પાડવાનું છે. જ્યાંત્યાં ચૌદ રાજલોકમાં, ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા કરે છે, ઠેબાં ખાધાં જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org