________________
કાળ ઉચિત વસ્તુ સુપાત્રે આપવાથી મહાઉપકારક થવા પામે છે, તેથી તે દ્રવ્ય અમૂલ્ય લેખી શકાય છે.
૩૨. સજીવ–પૃથવી પ્રમુખ ઉપર સ્થાપી રાખેલ, તથા સચિત્ત જળ પ્રમુખવડે ઢાંકેલ ભાત પાણી સાધુને આપવાથી, સાધુ ઉચિત ભિક્ષા સમય વિતાવી દેવાથી, નહિ દેવાની બુદ્ધિથી અન્નાદિક પિતાની વસ્તુ પારકી કહેવી અને દેવાની બુદ્ધિથી પારકી વસ્તુ પિતાની કહેવી તેથી, તેમ જ મત્સર ધરીને દાન દેવાથી અતિચાર લાગે છે. એ પાંચે અતિચારે પ્રસ્તુત વ્રત સંબંધી યથાર્થ સમજીને વજેવા.
- ૩૩. અખંડ વિરતિ પરિણામથી ઉપર જણાવેલા સઘળા શુદ્ધ બારે વતેમાં અતિચાર ન જ થાય અગર થવા ન જ પામે, માટે જ તે સર્વત્ર વર્જવાનું કહ્યું છે. નિર્મળ પરિણામવાળા શ્રાવકજને તે સ્વાભાવિક રીતે જ તે અતિચારમાં પ્રવૃત્તિ ન કરે.
૩૪. ઉક્ત સમ્યકત્વ અણુવ્રતાદિકની પ્રાપ્તિના ઉપાય, અયુત્થાન, વિનય, પરાકમ અને સાધુસેવનાદિક કહેલાં છે. તથા અંગીકાર કરેલ સમ્યક્ત્વ ગ્રતાદિકની રક્ષા કરવાના ઉપાય હિતકારી કલ્યાણસ્થાનનું સેવન, વગર કારણે પરઘરમાં પ્રવેશને પરિવાર, ક્રીડા-બળચેષ્ટા અને વિકારભર્યા વચન બલવાને ત્યાગ વિગેરે છે, તેથી પૂર્વોક્ત ઉપાય વડે તે વ્રતાદિકનું રક્ષણ કરવું અને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ત્રિવિધ (કરવા, કરાવવા ને અનુમોદવા વડે) અથવા વિવિધ દુવિધે અથવા ત્રિવિધ એકવિધે અથવા દુવિધ ત્રિવિધ ઈત્યાદિ ભેદવડે યથાશક્તિ ને યથાસંભવ તે તે વ્રતનું ગ્રહણ-અંગીકરણ કરવું. તથા સમ્યકત્વમૂળ બાર વ્રત સ્વીકાર્યા પછી તેનું સ્મરણાદિ કર્યા કરવું. અપ્રત્યા
ખ્યાત વિષયને પણ યથાશક્તિ તજવારૂપ યતના કરવી. તથા વિષય-સમ્યકત્વ વ્રત સંબંધી, જીવાજીવાદિ તત્વસંબંધી અને સ્થળ સંકલિપત પ્રાણી આદિ સંબંધી સમજે. અહીં પ્રસ્તુત પ્રકરણમાં નહીં વર્ણવેલ હોય તે પણ આગમમાંથી બુદ્ધિવતેએ જાણી લે. કુંભકારના ચકભ્રામક દંડના દષ્ટાન્ત. જેમ દંડથકી ચક્રબ્રમણ થાય છે તેમ આગમથી પૂર્વોક્ત સમ્યક્ત્વ વ્રતની પ્રાપ્તિ અને તેના ઉપાયાદિકનું જ્ઞાન થાય છે.
હવે સમ્યકત્વ ને વ્રતધારી શ્રાવકને પરિણામની સ્થિરતા માટે જે કરવું જોઈએ તે સંબંધી ઉપદેશની પ્રસ્તાવનાથે કહે છે – • ૩૫. સમ્યક્ત્વયુક્ત અણુવ્રત ગ્રહણ કર્યા બાદ તથા પ્રકારે પ્રયત્ન કરવાથી અછત એ પણ વિરતિપરિણામ થવા પામે છે અને અશુભ કષાયાદિ કર્મની પ્રબળતાથી તથા વિધ પ્રયત્ન વગર છતે પણ વિરતિ પરિણામ પડી જાય છે તેની ખાત્રી વ્રત, વ્રતઉપદેશક ને વ્રતધારીની અવજ્ઞા–અનાદાર કે અવર્ણવાદ કરવાની વૃત્તિ ઉપરથી થઈ શકે છે. વિરતિપરિણામના અભાવે વત ગ્રહણ કેમ કરાય એવી શંકાનું સમાધાન એ છે કે -અન્યના ઉપરોધાદિકથી તેને સંભવ છે એ રીતે દ્રવ્યથી સાધુ કે શ્રાવકોગ્ય વ્રતગ્રહણ અનંતી વાર થયેલા સંભળાય છે.
પ્રસ્તાવિક ઉપદેશ નિમિત્તે શાસ્ત્રકાર કહે છે – ૩૬. શ્રાવકે ગ્રહણ કરેલાં સમ્યક્ત્વ અને અણુવ્રતનું નિરતર મરણ અને બહુ