________________
૩૭
તે ભૂલી જવાય અને કરાય તે અનવસ્થિત ભાવે–ઢંગઘડા વગર કરાય તે અતિચારે પણ વ્રતધારી શ્રાવકે જરૂર વજેવા.
૨૭. છઠ્ઠા દિગુપરિમાણુવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણને સંક્ષેપી દિવસે દિવસે જરૂરજોગું ઓછા પ્રમાણુવાળું કરવું તે બીજુ દેશાવગાસિક શિક્ષાવ્રત જાણવું મતલબ કે છઠ્ઠા વ્રતના પ્રસંગે લાંબા વખત માટે કરેલ દિશા પ્રમાણને આ દશમા વ્રતમાં દિવસે દિવસે બની શકે તેટલું ઘટાડી દેતા રહી તેને અતિચાર રહિત શ્રાવકજનેએ પાળવાનું છે.
૨૮. આ દેશાવગાસિક ત્રતમાં નિયમિત ક્ષેત્રની બહારથી કંઈ અણાવવાનું, આપણી પાસેથી કંઈક બહાર મોકલવાનું, શ દ સંભળાવી (સાદ કરી) બીજાને બેલાવી લેવાનું, ખૂંખાર ખાઈને કે પિતાનું રૂપ દેખાડીને પિતાનું છતાપણું જાહેર કરી ઈચ્છિત કરવા-કરાવવાનું તેમ જ કાંકરે વિગેરે નાખી સામાને ચેતવી ધાર્યું કામ કરવાનું શ્રાવકે વર્જવાનું છે.
૨૯. આહાર અને શરીરસત્કારને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન તથા પાપારંભ વર્જવારૂપ પૌષધ દેશથી તેમજ સર્વથી એ બે પ્રકારે થઈ શકે છે. દેશથી પૌષધમાં સામાયિકની ભજન (કરે કે ન કરે) પણ સર્વથી પૌષધમાં તે સામાયિક અવશ્ય કરવું જોઈએ, અન્યથા તેના ફળથી વંચિત રહેવાય. સર્વથી આહાર (ત્યાગ) પૌષધમાં ચૌવિહાર ઉપવાસ કરવો ઘટે. દેશથી હોય તે તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નવી . કે એકાશન પ્રમુખ યથાશક્તિ તપ કરી શકાય. એમ બાકીના ત્રણ પ્રકારના પૌષધ પ્રસંગે પણ સમજી લેવું. આઠમ પાખી પ્રમુખ પર્વદિવસે પૌષધ કરનારા શ્રાવકે આહારને સર્વથી કે દેશથી ત્યાગ કરે છે. બાકીના ત્રણે પ્રકારને પૌષધ તે સર્વથી જ કરવામાં આવે છે. ચારે પ્રકારના દેશથી કે સર્વથી પૌષધનું સ્વરૂપ સમજી ખપી જનેએ તેને યથાશક્તિ આદર કરવો ઘટે છે.
૩૦. અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શગા-સંથારે, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા-સંથાર, અપ્રતિ લેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પાસવણ ભૂમિ તથા અપ્રમાજિંત દુપ્રભાજિત ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ વાપરવાનું આ પ્રસ્તુત પૌષધ વ્રતમાં વર્જવાનું છે. વળી ઉક્ત ચાર પ્રકારના પૌષધ આગમ રીતે યથાવિધિ કરવામાં થતી ઉપેક્ષા પણ વર્જવાની છે. મતલબ કે, જયણાપૂર્વક સાવધાનતાથી પૌષધ કરણી શ્રાવકજને કરવી ઘટે છે. શય્યા, સંથાર કે વસતિ-ભૂમિ જીવ રહિત પ્રથમ નજરે જોઈ તપાસી લેવી તે પ્રતિલેખિત અને રજોહરણ ચરવળાદિક વડે તે જયણાપૂર્વક સાફ કરી લેવી તે પ્રમાજિત સમજવી. જેમ તેમ જયણા રહિત સંબ્રાન્ત ચિત્તે નજરે જેવી ને સાફ કરવી તે દુષ્પતિલેખિત અને દુષ્પમાર્જિત સમજવી. એજ રીતે લઘુનીતિ ને વડીનીતિ માટેની ભૂમિ શ્રયિ સમજવું.
૩૧. શુદ્ધ ન્યાયપાર્જિત અને આઘાકમ પ્રમુખ દેષ રહિત પ્રસ્તાચિત અથવા ક્ષેત્ર કાળ ઉચિત એવી અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ પ્રમુખ વસ્તુ સાધુજનને આપવી તે શ્રાવક એગ્ય ચોથું શિક્ષાવ્રત જાણવું. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ આશ્રયિ શુદ્ધ સ્વવૃત્તિ અનુષ્ઠાનથી ઉપાર્જિત તે ન્યાયપાર્જિત દ્રવ્ય જાણવું. ખરા અવસરે અથવા દેશ