________________
પ
અને એવી હલકી મિશ્ર વસ્તુ સારી કહીને વેચવી. ત્રીજા વ્રતના રક્ષકે એ અતિચારી વવા જોઈએ. હવે ચાથા અણુવ્રતનું નિરૂપણ કરે છે.
૧૫ ચતુર્થાં અણુવ્રત મધ્યે ઔદારિક ( મનુષ્ય અને પશુ સંબંધી ) તથા વૈક્રિય ( ધ્રુવ સંબંધી ) દ્વિવિધ પરસ્ત્રીથી ( ને પરપુરૂષથી ) વિરમવાનું કહ્યું છે. તે સ્વદાર ( ને સ્વપતિ ) સàાષવ્રત લેખાય છે. આ વ્રતના અતિચારા શાસ્ત્રકાર કહે છે.
૧૬ થાડા વખત માટે પાતે રાખેલી વેશ્યા તથા અન્ય ભાડે રાખેલી વેશ્યા, કુલાંગના (કુમારિકા કે અનાથ ( વિધવા ) સ્ત્રીનું સેવન, સ્ત્રીપુરૂષ વિવાહ-સંબધ જોડી દેવા અને કામભેાગ-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શેના સેવનમાં અત્યંત આસક્તિ કરવી. એ સર્વે અતિચારના યથાસ ંભવ ( સ્વદારા ને સ્વપતિ સતષીને ) વર્જવા યાગ્ય છે. સ્ત્રીને પાતાની શેયના વારાના દિવસે સ્વપત્તિ અપરિગ્રહિત લેખાય, તેથી તેના વારાને ઉલ્લુ'ઘી પતિને ભાગવતાં અતિચાર થાય અને ખીજા તે અતિક્રમાદિકવડે અતિચાર થવા પામે છે, હવે પાંચમું અણુવ્રત વખાણે છે.
૧૭ અસત્ આરંભથી નિવર્તાવનારૂં ઇચ્છાપરિમાણ વ્રત, ચિત્ત-વિત્તાદિકને અનુસારે સ્વસ્વરૂચિ ને સ્થિતિ મુજખ ક્ષેત્રાદિક વસ્તુવિષયક હાઈ શકે છે—કરી શકાય છે. એના અતિચારા અનેક પ્રકારે શાસ્ત્રકારો કહે છે.
૧૮ ક્ષેત્રાદિ, રૂપ્ય-સુવર્ણાદિ, ધન-ધાન્યાદિ, દ્વિપદ–ચતુષ્પદાદિ તથા મુખ્ય તે આસનશયનાર્દિક ઘરવખરીનું જે પરમાણુ કર્યું હોય તેને અનુક્રમે એક બીજા સાથે જોડી ઢવા વડે, બીજાને અમુક સ'કેતથી સાંપી દેવા વડે, આંધી મૂકવા વડે અથવા સાઢુ કરી સામાના ઘરે સ્થાપી રાખવા વડે, ગર્ભાધાન કરાવવા વડે તથા સ્વમતિકલ્પિત પર્યાંયાંતર કરવા-કરાવવા વડે ઉદ્ઘઘન કરનારને વ્રતની સાપેક્ષતાથી અતિચાર–દૂષણ લાગે. તે યથાર્થ વ્રતની રક્ષા કરવા ઈચ્છનાર શ્રાવક વજે.
ત્રણ ગુણવ્રત
૧૯. ઊંચે ( પર્વતાદિક ઉપર ), નીચે ( વાવ-કૂવાદિષ્ટમાં) અને તીરછુ' ( પૂર્વ’– પશ્ચિમ ઉત્તર-દક્ષિણ દિશામાં) ચાતુર્માસાદિક કાળની મર્યાદા બાંધી પરિમાણુ કરેલા ક્ષેત્રની હદથી બહાર અધિક નહીં જવા સબંધી નિયમ કરવા તે પ્રથમ "ગુણવ્રત હેવાય છે.
૨૦. ઊંચે, નીચે કે તીરછુ જવા સંબંધી કરેલી હદનું ઉલ્લંઘન કરવું, કરેલી ક્ષેત્રમર્યાદાની બહારથી અમુક ચીજ મગાવવી અને મુકરર કરેલી હદની અહાર કઈ ચીજ માકલાવવી તથા જરૂર પડતાં ક્ષેત્રવૃદ્ધિ કરવી (અમુક દિશામાં અધિક પ્રયાણ કરવાની છૂટ લેવી) અને કોઈ વખત કોઈ રીતે વ્યાકુળતા, પ્રમાદ કે મતિમ શ્વેતાથી કરેલ દિશિપરિમાણુને વિસરી જવું—ભૂલી જવું કે ( મે' પચાસ યેાજન સુધી જવાનું રાખ્યું છે કે સા ચેાજન સુધીનું ? ) ( જવા પ્રસંગે એમ શંકા થયેલ હાય તા પચાસ એજનથી અધિક