________________
શ્રાવક ધર્મવિધિ. (શ્રી હરિભદ્રસુરિકૃત પ્રથમ પંચાશકનું ભાષાંતર ) ૧ ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને, સમ્યકત્વાદિક ભાવાર્થ સહિત શ્રાવક ધર્મને સૂત્ર તથા ટીકાના આધારે સંક્ષિપ્ત સરલ વ્યાખ્યાયુક્ત સૂત્રમર્યાદા મુજબ સંક્ષેપથી હું વર્ણવીશ. આદિ શબ્દથી શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રત હું વખાણશ. શ્રાવક ધર્મના અભ્યાસી થઈને દશવિધ યતિધર્મનું પાલન કરવા લાયક થઈ શકે એ હેતુથી પ્રથમ શ્રાવક ધર્મ પ્રકરણ કહીશ.
૨. અતિતીવ્ર કર્મના વિનાશથી જે સાવધાન થઈ પરલોક હિતકારી જિનવચન યથાર્થ કપટ રહિતપણે સાંભળે છે તે અહિં શ્રાવક ધર્મ વિચારના પ્રસ્તાવમાં ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. તેમાં પ્રથમ લક્ષણથી અને ફળથી સમ્યકત્વનું નિરૂપણ કરે છે. - ૩ મિથ્યાત્વ મોહનીય કર્મના દળીયાને ક્ષય, ઉપશમ કે ક્ષયાયશમ થવાથી, સર્વજ્ઞકથિત જીવાદિક તની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રકટે છે, એટલે તેમાં અસત્ આગ્રહ દુરાગ્રહ રહેતું નથી અને શુશ્રુષાદિક ગુણે અતિશય વધે છે. તે શુશ્રુષાદિક ગુણેને જ શાસ્ત્રકાર વખાણે છે.
૪. સધકારી ધર્મશાસ્ત્ર સાંભળવાની ભારે ઉત્કંઠા, શ્રતચારિત્ર લક્ષણ ધર્મ પ્રત્યે અત્યંત રાગ અને યથાસમાધિ—પ્રસન્નતાપૂર્વક દેવગુરૂની સેવા-ભક્તિ કરવામાં અતિ આદર, સમક્તિ પ્રાપ્ત થયે થાય જ. ફક્ત અણુવ્રતાદિક વ્રતપ્રાપ્તિ માટે ભજના એટલે તે
તે સમક્તિ પ્રાપ્ત થયે કદાચિત પ્રાપ્ત થાય અથવા ન પણ થાય તે ભજનાનું કારણ કહે છે.
૫. તે અણુવ્રતની પ્રાપ્તિને તે સમક્તિપ્રાપ્તિ એગ્ય કર્મક્ષ પશમની અપેક્ષાએ અધિકતર ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી જ થવા પામે છે. અર્થાત્ પરિણામદથી સમક્તિ પ્રાપ્તિના નિમિત્તભૂત કર્મના ક્ષપશમ માત્રથી વ્રતપ્રાપ્તિ થવા ન પામે, પણ તેથી અધિકતર ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમબળથી વ્રતપ્રાપ્તિ થવા પામે. એ જ વાતનું સમર્થન શાસ્ત્રકાર કરે છે.
૬. આયુષ્યવર્જિત મોહનીય પ્રમુખ સાતે કમીની પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાદ્રેડ સાગરોપમની સ્થિતિ ઉપરાંતની શેષ સઘળી કર્મસ્થિતિ યથાપ્રવૃત્તિ કરણે કરી છવ ખપાવે. પછી અપૂર્વકરણે કરી ગ્રંથિભેદપૂર્વક જીવ સમક્તિ પામે. પછી ૨ થી ૯ પામ જેટલી વધારે કમસ્થિતિ ખપાવ્યાથી અણુબોને લાભ થાય અને અસંખ્ય સાગરેપરમ જેટલી ચરિત્રમોહનીય સ્થિતિ ખપાવ્યાથી ભાવથી મહાવતેની