________________
૧૮ ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થને એવી રીતે સાધવા કે એક બીજાને (પીડા)
હરકત ન પહોંચે, ધર્મની મુખ્યતા સમજવી, કારણકે ધર્મ હશે તે ધન, અને ધન હશે તે કામ, માટે ધર્મને નુકશાન પહોંચતું હોય તે વખતે અર્થ અને કામ
( વિષય વિલાસ) ને જતા કરવા. ૧૯ યથાશકિત દાન દેવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સુપાત્ર બુદ્ધિથી દેવું,
અન્ય દુઃખી આત્માઓને દયાની બુદ્ધિથી આપવું. ૨. હંમેશાં કઈ વાતમાં કદાગ્રહ ન રાખવે, સાચું એ મારું માનવું પણ મારું એજ સાચું
એમ નહિ માનવું, ૨૧ હમેશાં ગુણીજનને જ પક્ષપાત કર, નિર્ગુણીને પક્ષપાત કરવાથી તેને પાપમાં
ઉત્તેજન મલે છે. ૨૨ જે દેશમાં જવાની રાજાની મના હોય ત્યાં ન જવું, જે કાળે જે કરવાની આજ્ઞા ન હોય તેમ કરવું. ધર્મને સાચવીને દેશકાળ જેવા. ૨૩ પિતાની શક્તિ અગર તે અશકિતને તપાસીને જ કઈ પણ કાર્યમાં પ્રવૃતિ કરવી
શક્તિ ઉપરાંત પ્રવૃત્તિ કરવાથી ધન અને શરીરને નુકશાન પહોંચે છે. ૨૪ વ્રતધારી, વૃદ્ધ પુરુષો અને જ્ઞાની પુરૂષના પૂજક થવું. ૨૫ પિતાના આશરે રહેલા પિષવા લાયક સર્વનું પિષણ કરવું, પિતાનું જ પેટ ભરીને
બેસી ન રહેવું. ૨૬ દરેક કાર્ય કરતા પહેલાં પરિણામને વિચાર કરો. ૨૭ વિશેષજ્ઞ થવું, જેથી કૃત્ય, અકૃત્ય, ભઠ્ય, અભક્ષ્ય, માન, અપમાનની સમજ પડે. ૨૮ કેઈએ કરેલા ઉપકારને વીસરનારા ન થવું. ૨૯ સદાચારથી, વિનયથી, અને વિવેકથી લોકોને પ્રિય થવું, બેટા કામમાં પણ હાંજી
હાં કરી લેકપ્રિય થનારા બન્નેનું બગાડે છે. ૩૦ કદી નિર્લજજ બનવું નહિ. ૩૧ દુઃખી જીવે ઉપર દયાળ થવું. ૩ર શાંત મુદ્રાવાલા થવું, કષાયવાલી પ્રકૃતિ કરવી નહિ. ૩૩ પરોપકાર કરવામાં સદા કટીબદ્ધ રહેવું. ૩૪ બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી, (જતા કરી) રાગ-દ્વેષ-કેધ-માન-માયા લોભ ઈર્ષ્યા
આદિ અત્યંતર શત્રુને નાશ કરવા તૈયાર થવું. ૩૫ પાંચ ઇંદ્રિયોનાં વિષય ઉપર સંયમ કેળવનારા થવું.
આ માર્ગોનુસારિ ગુણવાળે જીવ ધર્મ દેશનાને યોગ્ય અને ઉત્તમ પુરૂષની ગણતરીમાં ગણાય છે. અને તે જીવ અનુક્રમે ગુણવૃદ્ધિ મેળવી વિશેષ ગૃહિ ધર્મને પાળવા સમર્થ બને છે.
વિશેષધર્મ. શ્રાવકને વિશેષ ગૃહીધર્મ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વરૂપે છે. આ સમ્યકત્વ અને બાર વ્રતનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિ રચિત પંચાશક ગ્રંથના પ્રથમ પંચાશકમાં સ્પષ્ટ રીતે આપેલું છે તેથી પ્રથમ પંચાશકને ગાથાર્થ તથા સંક્ષેપમાં સમક્તિ તથા બારવ્રતનું સ્વરૂપ તેના અતિચારો સાથે નીચે આપીએ છીએ.