________________
૨૦
પ્રતિકમણ કે શ્રાદ્ધવિધિમાં આપી હોય તે બનવાજોગ છે. રચના સંવત ગ્રંથની સમાપ્તિને લઈ આ હોય. તેથી પ્રથમ શ્રાદ્ધ પ્રતિક્રમણ પછી શ્રાદ્ધવિધિ અને છેલ્લે આચાર પ્રદીપ પૂર્ણ કર્યો હશે.
આ રત્નશેખરસૂરિએ ઠેરઠેર પ્રતિષ્ઠાઓ કરાવી હતી કારણકે તેમના હાથે પ્રતિષ્ઠિત થયેલ અનેક જિનબિંબ ઉપર તેમના નામને ઉલેખ છે.
આ રત્નશેખરસૂરિ ગચ્છનાયક, પ્રતિભા સંપન્ન અનેક શિના ગુરૂ છતાં સમર્થ વિદ્વાન હતા. કારણકે તેમણે ગ્રંથમાં આપેલ સાક્ષિપાઠ ઉપરથી તેમની વિદ્વત્તાને આપણને ખ્યાલ સહેજે આવી શકે છે.
આ રત્નશેખરસૂરિ પછી તપાગચ્છના નાયક આચાર્ય લક્ષ્મીસાગરસૂરિ થયા. એમના પરિવારમાં ૧૧ આચાર્ય ૧૫ ઉપાધ્યાય ૨૯ ગીતાર્થો અને હજારો મુનિઓ હતા.
આમ તપાગચ્છની પરમી પાટે રત્નશેખરસૂરિએ પિતાની ઉજવળતા સાથે જૈન શાસનને ઉજવળ કર્યું હતું.
ગૃહસ્થ ધર્મ
સામાન્ય ધર્મ. અવિરૂદ્ધ શાસ્ત્રવચનને અનુસરી મિથ્યાદિભાવ સહિત જે આચરણ તે ધર્મ. શાસ્ત્રમાં આ ધર્મ બે પ્રકારને જણાવ્યો છે. એક ગૃહસ્થ ધર્મ અને બીજે સાધુધર્મ.
કેવળ પરભવના કલ્યાણ માટે મથનારા અને ઘર, કુટુંબ, સંપત્તિ, રાગ, વેષ અને મેહ છેડી કલ્યાણ સાધનારા જે પુરૂષ છે તે સાધુ મહાત્માઓ છે. જેઓ આ પ્રકારે કરી શકતા નથી અને ઘરમાં રહી પિતાના બાલ બચ્ચા કુટુંબ, સ્ત્રી અને પરિવાર વિગેરેને પિષણ કરવાની જવાબદારી ઉઠાવવા સાથે પિતાથી શક્ય હોય તે ધર્માનુષ્ઠાન કરે છે તે ગૃહસ્થ ધર્મ છે. કુટુંબ, અને વ્યવહારની પ્રશંસાપૂર્વક જવાબદારીને વહન કરવી તેને ગૃહસ્થને સામાન્ય ધર્મ કહે છે. અને આ જવાબદારી ઉઠાવવા ઉપરાંત અનેક વ્રત ત૫ નિયમ અને ત્યાગથી પોતાનું જીવન નિયંત્રિત કરે તેને ગૃહસ્થને વિશેષધર્મ કહે છે.
ગૃહસ્થના સામાન્ય ધર્મમાં માર્ગનુસારિના પાંત્રીસ ગુણ સમાય છે. તે પાંત્રીસ ગુણ આ પ્રમાણે છે.
માનુસારિને ૩૫ ગુણ ૧ દરેક પ્રકારના વ્યાપારમાં નિતિને છોડવી નહિ, દશે પ્રપંચ અને ઠગ વિદ્યાથી - પ્રાપ્ત કરેલી લક્ષ્મી લાંબો સમય ટકતી નથી, અનીતિનું ધન ન્યાયથી પ્રાપ્ત કરેલા
ધનને પણ ઘસડી જાય છે, માટે ન્યાયથી ધન મેળવવું,