________________
શારદા સરિતા
ફરિયાદ કરી. શ્રેણીક મહારાજા આવ્યા અને સુદર્શન શેઠને કહ્યું મને તમારા ચારિત્ર વિષે લેશ માત્ર શંકા નથી. તમે આવું કાર્ય કરી કરે નહિ. પણ તમારે માથે આળ ચઢયું છે માટે મારી ફરજ છે એટલે પૂછું છું. માટે જે હોય તે સત્ય કહો. આ વખતે સુદર્શન શેઠ મૌન રહ્યા એ વિચાર કરવા લાગ્યા કે જે સાચું બેલીશ તે રાણીની ઘાત થશે. મને ભલે સજા થાય, પણ મારા નિમિત્ત હિંસા ન થવી જોઈએ. છેવટે સુદર્શન શેઠને શુબીની શિક્ષા થઈ. એમના બ્રહ્મચર્યના પ્રભાવથી શૂબી ફીટીને સિંહાસન થઈ ગયું. માટે જૈન દર્શન જેવું અહિંસા દર્શન બીજું કઈ નથી જ્યાં નયનિક્ષેપપૂર્વક બધી વાતો બતાવી છે. આજે જીવને અન્ય દર્શનનું જ્ઞાન મેળવવાને એટલે શેખ છે તેટલું જૈન દર્શનનું જ્ઞાન મેળવવાને શેખ નથી. પ્રભુએ સૂત્રના પાને પાને કેવાં અમૂલ્ય મોતી ટાંકયાં છે. આ ભવમાં તમે જ્ઞાન મેળવ્યું હશે અને પછી અહીંથી મરીને કર્મના ઉદયે ગમે તે ગતિમાં જાવ, તે વખતે કદાચ સમક્તિ વમી ગયો હોય તે પણ આ તત્ત્વજ્ઞાનના બે શબ્દ એના કાને પડશે ત્યાં તે જાગી જશે ને તેને ઉધાર થશે. કેવી રીતે થાય છે તે હું તમને એક દષ્ટાંત દ્વારા સમજાવું. નવકાર મંત્રની આરાધના કરવાથી શું લાભ મળે છે?"
એક જૈન વણિક તેના કર્મોદયથી ખૂબ દુઃખી હતો. પેટ ભરવા જેટલું પણ મળતું નથી. ગામમાં કોઈ કામ પણ આપતું નથી, ત્યારે વિચાર થયું કે આ ગામ છોડી બહારગામ જાઉં તો કંઈક કામ મળે તે મારું ગુજરાન ચાલે. એમ વિચારીને વણિક એક ગામડામાં આવ્યા. એકલા ચેરનું ગામ હતું. ત્યાં નાનકડી હાટડી નાંખી મરચું, મીઠું વેચીશ તે મારું કામ ચાલશે એમ વિચારી પિટ માટે વણિકે ચેરનું ગામ હતું તે પણ ત્યાં વસવાટ કર્યો. પણ એને એમ વિચાર ન થયે કે બીજા સારા ગામમાં ઊજળી વસતી હોય ત્યાં જાઉં. અહીં ચેરના ગામમાં રહીશ તે ચેરીના પૈસા મળશે, એનાથી મારી મારી બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ જશે! ચાર લોકોને પણ વિચાર થયે કે વાણિયો આપણું ગામમાં આવીને વસ્યા તે ઠીક થયું. આપણે બીજે ગામ લેવા નહિ જવું પડે. આ વણિકની દુકાન બરાબર ચાલે છે. જેમ જેમ લાભ મળી ગયા તેમ તેમ તેને લાભ વધતો ગયો. ભગવાન કહે છે કે -
ગઢા જાણો તટ્ટા ઢોરો, જા જોહો વંદા. પાપને ઉદય હતું એટલે આવા ગામડામાં આવ્યું હતું. પણ તેની ભવિતવ્યતા ઊજળી હતી. મનમાં જ ભાવના થતી કે મારા આત્માનું શું થશે? હવે કંઈક આત્મકલ્યાણ કરું. અહીં ગામડામાં સંત મુનિરાજ પધારતા નથી કે એમનાં દર્શન કરીને પાવન થાઉં. આવી ભાવના થાય પણ પાપકર્મને ઉદય એટલે એના મનમાં ને થયું કે લાવ, હવે ખાધેપીધે સુખી થયો છું તે બીજા સારા ગામ