________________
તેમણે એક એક વિષયનું વિષદ સ્પષ્ટીકરણ અને વિવેચન પ્રાસાદિક શૈલીમાં કર્યું છે જે એટલું બધું હદયંગમ બન્યું છે કે-વાંચતા આત્મા જ્ઞાન વિભોર બની જાય છે. ગ્રન્થ બાલભેગ્ય અને વિદ્વદર્ભોગ્ય બનવા પામે છે અને રસપ્રદ રેચક– અસરકારક શૈલીમાં તેની રજૂઆત થઈ છે.
ગ્રન્થના પાને પાને–વાકયે વાક્ય અને શબ્દ શબ્દ ભાવ ટપકે છે, વયના પરિપાક રૂપ, વર્ષોના અનુભવના નિચેડ રૂપ સાચે જ લેખક શ્રી પંન્યાસજીએ ચાર ચાંદ લાગે તે આ શ્રેન્થ તેયાર કર્યો છે એમ કહેવું અતિશક્તિથી પર છે. રસનું સાતત્ય પૂર્ણ જળવાઈ રહ્યું છે. આ છે સૂત્ર ગ્રન્થ પરનું વિવેચન. ગંભીર અને ગહન હોવા છતાં તેની રજૂઆત સરળ શૈલીમાં થવાથી સૌ કોઈને એકસરખી રીતે ઉપયોગી થઈ પડશે એ હકીકત છે.
પ્રથમ શ્રુતસ્કંધ ૧ થી ૫ અધ્યયનમાં આશ્રવના વિવરણમાં વ્યક્તિ કેવી રીતે કેવા સાધનો દ્વારા શા માટે હિંસા કરે છે એને સુંદર ચિતાર રજૂ થયેલ છે. હિંસાના પર્યા, ભેદ, સ્વરૂપ અને એનાં વિપાકને કરૂણ અંજામ વિગેરે વિગત એવી સરસ ભાવવાહી ભાષામાં રજૂ થઈ છે કે ન પૂછો વાત.
યજ્ઞમાં પ્રાણુને ધર્મના નામે વધ કરવામાં આવે છે તે ધર્મના નામે ધતીંગ જ કહેવાય. માનવ જેવા માનવ દાનવના કૃત્ય કરતાં પણ અધમ કૃત્ય આચરી નરકના મહેમાન બને છે અને અસંખ્યાતા વર્ષો સુધી ભયંકર યાતનાના ભંગ બને છે.