________________
શ્રી ત્રાષભદેવ ભગવાનના ૮૪ ગણધરે હતા તે તેમની ૮૪ દ્વાદશાંગી હતી. ભગવાન મહાવીર દેવના અગ્યાર ગણધરે હતા તેથી અગ્યાર દ્વાદશાંગી હતી. સૌની ભાષા ગુંથણ જુદા-જુદા શબ્દોમાં હોય છે. પણ અર્થથી તે એક સરખી હોય છે, તેમાં લેશ માત્ર જુદાઈ કે ભિન્નતા નથી હોતી, પણ મહાવીરસ્વામીના શ્રી અચલ અને અકપિત તથા શ્રી મેતાર્ય અને શ્રી પ્રભાસ આ બબ્બે ગણધરોની રચના શબ્દથી પણ ભિન્ન ન હતી, એ એક વિશેષતા છે.
ગણધર ભગવંતે પૂર્વે ગણધર નામકર્મ ઉપાજીને આવેલા હોય છે, જેથી એમાં એવી ઉત્તમ યોગ્યતા પ્રાપ્ત થાય છે કે પ્રભુને હસ્ત તેમના મસ્તક પર પડતાં, જેમ ચાવી દ્વારા તાળું ઉઘડે તેમ અંતમુહૂર્તમાં તેઓ દ્વાદશાંગીની રચના કરી શકે છે.
શ્રી તીર્થકર દેના જેટલા સાધુઓ હોય છે તેટલા પ્રકીર્ણક યાને પયન્ના હોય છે. જેમ કે ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ સાધુઓ હતા તે પયન્ના પણ ચૌદ હજાર હતા. અત્યારે ફક્ત દશ પન્ના છે.
પરંપરાથી આપણને આજે જે જ્ઞાન મળી રહ્યું છે, મૂળથી તે તીર્થકર દેવેનું છે એમાં લેશ પણ શંકા નથી. આપણા પિતાએ આપણને ૧૦૦ તોલા સુવર્ણ આપ્યું. વપરાતા વપરાતા દસ તેલા રહી ગયું, પણ એ રહેલું દસ તેલા આપણું પિતાનું જ છે. તેમ ભલે કળ પ્રભાવે ઘટતું ઘટતું