________________
૧૪.
ઓછું રહ્યું, પણ તે છે તીર્થંકર દેએ પ્રરૂપેલું શાસનમાં ઘાલમેલને સ્થાન નથી, સૂત્ર વિરૂદ્ધ ઉત્સુત્ર પ્રરૂપણા કરનારને જમાલિની જેમ સંઘ બહાર કરવામાં આવે છે, સડેલું એક પાન બધા પાનને બગાડે છે. એટલે ઉત્સુત્ર ભાષીને આ શાસનમાં સ્થાન નથી.
દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, અને ચરણ કરણાનુગ એમ ચાર વિભાગમાં બાર અંગે વહેંચાયેલા છે.
પ્રસ્તુત શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બે શ્રુતસ્કન્ડમાં વિભક્ત થયું છે. પ્રથમ શ્રુતસ્કનમાં પાંચ અધ્યયન છે. તેમાં પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રુતસ્કન્દમાં તેના પ્રતિસ્પધી પ્રાણાતિપાત વિરમણ રૂપ પાંચ સંવરનું વર્ણન કરવામાં આવ્યું છે.
જૈનદર્શન એ લેકોત્તર દર્શન છે, ત્યાગપ્રધાન દર્શન છે. ઈત્તર દર્શને અને જૈન દર્શનમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. જેની સત્યતા જૈનાગમ દ્વારા જાણી શકાય છે. જૈનદર્શનનું હાર્દ આશ્રવ અને સંવર છે, જ્ઞાનીઓ કહે છે કે –
“માઘવતુ સર્વદા હૈયઃ ૩જાણતુ સંવરઃ”
આશ્રવ એ હેય છે, ત્યાજ્ય છે, જ્યારે સંવર એ ઉપાદેય છે–ગ્રાહ્ય છે
પ્રસ્તુત શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગ્રન્થ ઉપરનું વિવેચન વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવરે કર્યું છે.