________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમ in our memories; your leaving us at this time will render our bereavement more unbearable and painful." Thereupon Lord Mahavira lived for two years more in the palace with his brother and afterwards with the consent of those in power he entered upon the spiritual career by renouncing the world. ભગવાનની દીક્ષા–
છે જે ભગવાને ગર્ભાવસ્થામાં પિતાના માતાપિતાને પિતાના પર અત્યન્ત પ્રેમ જોઈને, માતાપિતાની હૈયાતી સુધી દીક્ષા નહીં લેવાને અભિગ્રહ કર્યો હતો; અને માતાપિતાના સ્વર્ગગમન પછી પણ જયેષ્ઠ બંધુના અતિશય આગ્રહથી જેમને બે વર્ષ ઘરમાં રહેવું પડયું હતું; ત્યારપછી જેઓ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી મહાસંયમી બન્યા અને જેમણે જગતના જીવને અતિશય આનંદ આપે, તે વીરદેવને હું ભજું
સ્પષ્ટી, હાલવા ચાલવાથી માતાને દુઃખ થશે, એમ ધારી પ્રભુ ગર્ભાવસ્થામાં સ્થિર રહ્યા. ત્યારે ગર્ભ નહિ હાલત હોવાને લીધે, માતાને શંકા થઈ કે મારા ગર્ભનું શું થયું ? આથી માતાને ઘણે શેક ઉત્પન્ન થયું. આ વાત પ્રભુને જ્ઞાત થતાં, પિતે કંઈક હાલ્યા; એથી માતા વગેરે સર્વમંડળ શોકમુક્ત થયું. મહાવીરસ્વામીએ વિચાર્યું કે હજી હું જમ્યો નથી ત્યાં મારા પર મારા માતાપિતાને આટલે બધે મેહ છે, તે પછી આગળ ઉપર મારે વિરહ તે તેઓ કેમજ સહન કરી શકશે ? આથી તેમણે માતાપિતાના સ્વર્ગગમન પછી દીક્ષા લેવાનો વિચાર રાખ્યો. કાલાન્તરે માતાપિતાને સ્વર્ગવાસ થતાં તેમણે પિતાના જયેષ્ઠ બંધુ “નંદીવર્ધન ને દીક્ષા લેવાને પિતાને વિચાર દર્શાવે; અને તેમ કરવા તેમની અનુમતિ માંગી. નંદીવને કહ્યું કે-“ હજુ મને માતાપિતાનું વિરહ-દુ:ખ મટયું એ નથી ત્યાં તમે પણ મને છોડી જવાની વાત કરે છે ! ” આથી છે બંધુની દુઃખિત લાગણી અને આગ્રહ જોઈ ભગવાન બીજાં બે વર્ષ ગૃહમાં રહ્યા. ત્યાર પછી તેમણે દીક્ષા ગ્રહણ કરી અને આત્મકલ્યાણની સાથે વિશ્વકલ્યાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org