________________
ન્યાયયુસુમાંજલિ.
[ પશ્ચમ lating the Nama and Gotra Karmans and who have reached ( viii) the imperishable state by destroying the Ayushya Karmans. ( 22-23)
મુક્તિમાં સિદ્ધ ભગવાન, જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયેલ હેવાથી જગતના (કાલેકના ) પદાર્થોને પ્રકાશનાર અનન્તઝાનરૂપ, દર્શના વરણીય કર્મના વંસને લીધે અનન્તદર્શનારૂપ, મોહનીયકબા નાશને લીધે અનુપમ સમ્યકત્વ અને ચારિત્રને પ્રાપ્ત કરેલ, વેદનીય કર્મના ધ્વસથી અનન્ત સુખ અને અન્તરાયકર્મના ક્ષયથી અનન્ત વીયને પ્રાપ્ત કરેલ, નામ અને ગાત્ર કર્મોના અભાવને લીધે અમૂર્ત અને અનન્તઅવગાહનાયુત, અને આયુષ્ય કર્મને ઉછેદ થવાથી અક્ષયગતિને પ્રાપ્ત થયેલ હેય છે. આને “પર-મુક્તિ ” જાણવી. – ૨, ૨૩
સ્પષ્ટી, “રિયડના ” અર્થાત કરવામાં આવે તે કર્મ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને ક્રોધ, માન, માયા, લેબ વિગેરે કર્મબંધનાં કારણે છે. કર્મની સત્તા દરેક દર્શનકારે સ્વીકારી છે. કોઈ કમને પ્રકૃતિ કહે છે તે કોઈ તેને પ્રારબ્ધ, સંચિત, માયા, અવિદ્યા વિગેરે નામથી સંબોધે છે. કર્મના આઠ ભેદો છે. તેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ છે. આ કર્મનું કામ જ્ઞાનશક્તિને દબાવવાનું છે. આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે કે મનુષ્ય થોડી મહેનતે જ્ઞાન સંપાદન કરી શકે છે, જ્યારે બીજો મનુષ્ય તેનાથી દશ ગણે પ્રયત્ન કરવા છતાં પણ તેનાથી ચોથે ભાગે પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. આનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. આ કર્મને લીધે જ કેટલાક મનુષ્ય જ્ઞાન મેળવી શકતા નથી. આ કર્મને જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે, તેટલા પ્રમાણમાં જ્ઞાનની માત્રા વિકસિત થાય છે. જ્ઞાનની માત્રાની તરતમતાને આશ્રીને જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ પાડવામાં આવ્યા છે. જેવી રીતે કે-૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મન:પર્યયજ્ઞાનાવરણીય અને ૫ કેવલજ્ઞાનાવરણીય. આ પાંચ આવરણો પૈકી જે આવરણ જે જ્ઞાનમાત્રાને આાદિત કરે છે, તે જ્ઞાનમાત્રાને ઉદય તે આવરણના વિલયથી થાય છે. આ કર્મને સંપૂર્ણ ક્ષય થવાથી આત્માને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પ્રભાવથી આત્મા સમસ્ત ભવનમાં રહેલા સમીપ, દૂર, સૂક્ષ્મ, સ્થૂલ વિગેરે સર્વ પદાર્થો જાણી શકે છે-સર્વજ્ઞ બને છે.
880
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org