________________
kertenke ] Nyāya-Kusumānjali
દર્શનાવરણીય કર્મ, આત્માની દર્શનશક્તિને દબાવનાર છે. જ્ઞાન અને દર્શનમાં બહુ ફેર નથી. સામાન્ય આકારના જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે. જેવી રીતે કોઈ મનુષ્યને દૂરથી જેવાથી તે મનુષ્ય છે એ પ્રકારનું જે સામાન્ય જ્ઞાન થાય છે તે દર્શન છે; અને પછી વિશેષ પ્રકારે તેને બોધ થવો તે જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, બહેરાપણું વિગેરે આ કર્મનાં ફળો છે. આ કર્મને સર્વથા ક્ષય થવાથી કેવલદર્શન પ્રકટ થાય છે.
વેદનીય કર્મના બે ભેદ છે–સાત વેદનીય અને અસાત વેદનીય. આ બે કર્મનું ફળ અનુક્રમે સુખાનુભવ અને દુઃખાનુભવ કરાવવો એ છે. આ કર્મ જ્યારે સર્વથા નાશ પામે છે, ત્યારે આત્માને અનન્ત સુખ ઉત્પન્ન થાય છે. મુક્ત પરમાત્માઓને નિર્મળ આત્મ-તિમાંથી જે સ્વાભાવિક આનન્દ સ્પરે છે તે જ ખરેખર પરમાર્થ સુખ છે.
મેહનીય કર્મ બે પ્રકારનું છે–દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય યથાર્થ શ્રદ્ધા (તત્ત્વશ્રદ્ધાન) થવામાં વિનરૂપ છે અને ચારિત્રમેહનીય ચારિત્ર યા સંયમને અટકાવનાર છે. સામાન્ય રીતે મેહનીય શબ્દને અર્થ મેહ ઉપજાવનાર થાય છે. સ્ત્રી, પુત્ર, મિત્ર વિગેરે પર અને સારી સારી ચીજો ઉપર મેહ થવો એ બધું મોહનીય કર્મનું પરિણામ છે. મેહાંધ પુરૂષ કાર્ય–અકાર્યને વિચાર કરી શકતા નથી. જેમ દારૂ પીધેલ માણસ યથાર્થ વસ્તુસ્થિતિ જોઈ શકતા નથી, તેવી જ રીતે મોહાંધ પુરૂષ પણ તો સમજી શકતા નથી. સર્વ કર્મોમાં આ કર્મ અતિપ્રબળ છે. આત્માની અધોગતિ કરવામાં આ કર્મ મુખ્ય ભાગ ભજવે છે. આ કર્મને સંપૂર્ણ નાશ થવાથી પરિશુદ્ધ સમ્યકત્વ તેમજ સંપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થાય છે.
આયુષ્ય કર્મના ચાર પ્રકાર છે–દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નારકીનું આયુષ્ય. જેમ પગમાં બેડી હોય ત્યાં સુધી માણસ છુટી શકતું નથી, તેમ જ્યાં સુધી જીવ આયુષ્યરૂપ બેડીથી બદ્ધ હોય છે ત્યાં સુધી તે પોતાની ગતિમાંથી છૂટી શકતા નથી. આયુષ્ય સાપક્રમ અને નિરૂપક્રમ એમ બે પ્રકારનું છે. જે આયુષ્ય આઘાત લાગતાં ટૂટી જાય તે સપક્રમ અને ન તૂટે તે નિરૂપક્રમ. જે આયુષ્યનાં દલિક સો વર્ષે ભગવાઈને પૂરાં થઈ રહે તેમ હેય, છતાં વચ્ચે કોઈ સખ્ત આઘાત લાગી જાય તે તે દળિયાં તત્કાળજ ભગવાઈ જાય છે અને સો વર્ષની અવધિ પહેલાં તે પ્રાણી પરેક સધાવે છે. આ સોપક્રમ આયુષ્યની
881
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org