________________
ન્યાયકુસુમાંજલિ. [ પંચમસ્થિતિ છે. નિરૂક્રમ આયુષ્યવાળાને જેટલાં વર્ષો જીવવાની અવધિ હેય તેમાં એક પળ પણ ઓછી થઈ શકતી નથી. આયુષ્યકર્મને સંપૂર્ણ ઉચ્છેદ થવાથી આત્મા અનન્ત સ્થિતિવાળા થાય છે અર્થાત અક્ષય ગતિને તે પ્રાપ્ત કરે છે.
નામકર્મના બે વિભાગ છે–શુભ નામકર્મ અને અશુભ નામકર્મ. આ કર્મના અનેક ભેદ છે. પરંતુ ટૂંકમાં આ કર્મ શુભાશુભ શરીર, રૂપ, સ્વયશ વિગેરેનું કારણ છે. જેમ ચિતાર સારા કે ખરાબ ચિત્રો બનાવે છે તેવી રીતે આ કર્મ પ્રાણીને વિચિત્ર સંજોગોમાં-રૂપાન્તરોમાં લાવી મૂકે છે.
ગેવકર્મના પણ બે ભેદ છે–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઊંચ કે નીચ ગોત્રમાં જન્મ થવાનું કારણ આ કર્મ છે. જ્ઞાતિબંધનને તરછોડનારા દેશમાં પણ ઊંચ-નીચને વ્યવહાર હોય છે. તે આ કર્મનું પરિણામ છે. નામ અને ગોત્રકર્મના અભાવથી આભામાં અમૂર્તતા અને અનન્ત અવગાહનારૂપ ગુણેને પ્રાદુર્ભાવ થાય છે. અમૂર્તતા એટલે રૂપાદરહિતપણું અને અવગાહના એટલે એક બીજા સિદ્ધો સાથે એકમેક મળી જવાની શક્તિ.
અન્તરાય કર્મનું કામ વિદ્ધ નાખવાનું છે. આ કર્મને ક્ષય થવાથી અનન્તવીર્યરૂપ ગુણ આત્મા અનુભવે છે.
જૈનદર્શનમાં મેક્ષે ગયેલા છવામાં આઠ કર્મોના ક્ષયથી પ્રકટ થતા આઠ ગુણો માનેલા છે. એ આઠ ગુણે ઉપર બતાવવામાં આવ્યા છે. જેવા અધ્યવસાય-મનના વ્યાપાર હોય તેવા પ્રકારનું કર્મ બંધાય છે અને ફળ પણ તેવાજ પ્રકારનું ભોગવવું પડે છે. કર્મના બંધ સમયે તેની સ્થિતિ અર્થાત કર્મ–વિપાક કેટલા વખત સુધી ભોગવવો જોઈએ એ કાલને નિયમ પણ બંધાઈ જાય છે. કર્મ બંધાયા પછી તરત જ તેનું ફળ મળવું જોઈએ એવો કંઇ નિયમ નથી. ઉદયમાં આવેલ કર્મ કેટલો વખત ભેગવવું પડે છે તેનું કંઈ બંધારણ નથી, કારણ કે બંધાયેલા સ્થિતિકાળમાં ભાવનાઓ દ્વારા ફરક પડી જાય છે. વળી કર્મનું બંધાવું એક તરહનું નથી. કોઈ ગાઢ, કાઈ શિથિલ અને કોઈ અતિશિથિલ
332
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org