Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 421
________________ ન્યાયપુસુમાંજલિ. [Nચમમુકિતરમણ મળે છે એમ કહે છે તેઓ પણ ઉચડ્ડખલ છે, કારણ કે મિથાણાનવાળા પુરૂષને પ્રયત્ન કર્યા છતાં પણ ફળ મળતું નથી. તેથી જ્ઞાન અને ક્રિયા એ બંનેનું ઠંજ અર્થ મેળવવાને સમર્થ છે અને એજ કંધ એક્ષપ્રાપ્તિનું સાધન છે, એમ હે ભગવન! આપે પ્રકાશ્ય છે. વસ્ત્રાદિકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા મનુષ્યને સ્વાભીષ્ટની સિદ્ધિ જે થાય છે તેમાં ક્રિયાનું સ્વાતંત્રય છે, જ્ઞાનનું નથી એમ કહી શકાય નહિ, કેમકે ત્યાં જ્ઞાન પણ પ્રાધાન્ય ભેગવે છે. અન્યથા જ્ઞાનરહિત ક્રિયા, મૂર્છાદિક અવસ્થામાં પણ અર્થ જનક થવી જોઈએ.”—૨૯-૩૦ સ્પષ્ટી, જૂદા જૂદા દર્શનકાએ મુકિત મેળવવાનાં સાધને જુદાં જુદાં બતાવ્યાં. જેવી રીતે કે કેાઈ કહે છે કે ગુરૂના વચનમાં શ્રદ્ધા રાખવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, ત્યારે કઈ કહે છે કે ગુણાતીત વસ્તુના જ્ઞાનથી, તે કાઈ, મન અંગીકાર કરવાથી, કોઈ તીર્થયાત્રા, જપ, તપ વિગેરેથી, કાઈ, જ્ઞાનથી તો કોઈ ક્રિયાથી. પરંતુ આ બધાનું તાત્પર્ય જ્ઞાન-ચારિત્રમાં સમાઈ જાય છે. અને એ જ વસ્તુતઃ મુકિતનું મુખ્ય સાધન છે. - જે લેકે ફક્ત જ્ઞાનઠારાજ મુકિતની પ્રાપ્તિ માને છે, તેઓ અસત્ય બેલે છે. કેમકે જે વસ્તુના જ્ઞાનમાત્રથી જ તેની પ્રાપ્તિ થઈ જતી હોય, તો આ લાડુ છે, એમ જાણવા માત્રથી જ મોઢામાં આસ્વાદ આવી જ જોઈએ. કિન્તુ આ પ્રમાણેની વસ્તુસ્થિતિ નથી એ દરેકને સુવિદિત છે. કેટલાક વળી ક્રિયાથીજ મુકિત મળે છે, એમ માને છે. આ લેકેની માન્યતા પણ ભૂલભરેલી છે, કેમકે સમ્યક જ્ઞાનના અભાવમાં કરેલી ક્રિયા ફળદાયક થતી નથી. પ્રથમ તો જ્ઞાનની જરૂર છે અને તે જાણ્યા બાદ તે પ્રમાણે વર્તવું-ક્રિયા કરવી કે જેથી પ્રયત્ન સિદ્ધ થાય. આથી એકલી ક્રિયાથી પણ મુક્તિ મળી શકે નહિ એમ સ્પષ્ટ સમજી શકાય છે. उपसंहरन् भगवन्तमभिष्टौतिइत्येवं जगदीश ! युक्तिविसरैः स्वच्छैः प्रसिद्धि गते यच्चेतो रमते न ते प्रवचने ते वज्रसाराशयाः । किन्त्वन्वेषयितुं प्रवीणमनसस्त्वां निर्गताऽसदहारन्तारो नियमेन शासनमहाप्रासादमाश्रित्य ते ॥३१॥ 940 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438