________________
- ન્યાયકુસુમાંજલિ
[ પચમ= kinds can have. So long as a living being does not attain the number of Paryaptis expected in its case, it is called Aparyapta (incomplete ), but on its attaining the required number, it is known as Paryapta ( complete ).
જીવ-ભેદ
જીવ બે પ્રકારના માન્યા છે-~-સસારી અને મુકત. તેમાં પ્રથમ ( સંસારી) છે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા એમ પાંચ પ્રકારના જાણવા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ એક ત્વચા ઈન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવો “સ્થાવરકહેવાય છે. તે સિવાયના બધા અનેકેન્દ્રિયવાળા છ ત્રસ–શરીરધારી જાણવા. આ બધા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદેવાળા છે. –૩
સ્પષ્ટી, સંસાર શબ્દ ઉપસર્ગપૂર્વક “g ' ધાતુથી બનેલ છે. પણ ધાતુને અર્થ “ભ્રમણ થાય છે. તે ઉપસર્ગ એજ અર્થની પુષ્ટિ કરનાર છે. જૂદી જૂદી ગતિઓમાં પરિભ્રમણ કરવું તે સંસાર અને પરિભ્રમણ કરનાર તે “સંસારી' સમજવા. વસ્તુતઃ આત્માની કર્મબદ્ધઅવસ્થા એજ સંસાર છે અને અએવ કર્મબદ્ધ-અવસ્થા એ સંસારી જનું લક્ષણ છે. આ લક્ષણવાળા જેવો “સંસારી કહેવાય છે. આથી વિપરીત અર્થાત કર્મથી મુકત–અવસ્થા એ મુક્ત જીવોનું લક્ષણ છે. આ પ્રમાણે જીવ મા બે ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં પ્રથમ સંસારી
ના પાંચ પ્રકારે છે–એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને ત્વચા, હીન્દ્રિયને ત્વચા અને જિહા; ત્રીન્દ્રિયને ત્વચા, જિહા અને નાસિકા, ચતુરિન્દ્રિયને ત્વચા, જિહા, નાસિકા અને નેત્ર અને પંચેન્દ્રિયને ત્વચા, જિહા, નાસિકા, નેત્ર અને કણું એમ ઈન્દ્રિયે હોય છે. હવે પ્રથમ એકેન્દ્રિય જીવોના પાંચ વિભાગો પડી શકે છે–પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. એકેન્દ્રિય જીવોને “ સ્થાવર ” પણ કહેવામાં આવે છે. સ્થાવર શબ્દને અર્થ સ્થિર રહેનારા થાય છે. પરંતુ આ અર્થ વાયુ અને તેજમાં ઘટી શકતો નથી, માટે “સ્થાવર એ એકેન્દ્રિય જીવોનું પારિભાષિક નામ સમજવું.
988
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org