________________
ન્યાયકુસુમાંજલિ. [ પંચમપષ્ટીસંસારમાંથી જીવો કર્મક્ષય કરીને મુકિતમાં ગયા છે, જાય છે અને જશે. આ પ્રમાણે સંસારમાંથી છને ઘટાડે થયા કરે છે તે કાઈક સમયે સંસાર જીવરહિત થઈ જશે, એમ કેટલાકે ધારે છે. સૂમ દષ્ટિએ વિચાર કરતાં માલૂમ પડશે કે તેમની આ માન્યતા ભૂલભરેલી છે. સંસાર જીવરહિત થઇ જાય એ વાત કોઈ પણ શાસ્ત્રને સંમત નથી; તેમજ એ વાત આપણને આપણા અનુભવથી પણ યુકત લાગતી નથી. સંસાર જીવરહિત ન થવો જોઈએ” એ વસ્તુસ્થિતિ રાખવાને સારૂ બે માર્ગો છે. એક તે મુક્તિમાંથી છો પાછા ફરે, અથવા તે સંસારમાં એટલા બધા છવો જોઈએ કે તેમાંથી જે પ્રતિક્ષણ મુક્ત થવા છતાં પણ સંસાર જીવોથી ખાલી ન થઈ જાય; અર્થાત સંસારમાં અનન્ત છ માનવા જોઈએ. આ બે ભાગમાં પ્રથમ માર્ગ બંધ બેસતા નથી, કેમકે નિલેપ-પરબ્રહ્મસ્વરૂપ મુકત જીવોને સંસારમાં પાછો જન્મ લેવાને માટે કઈ પણ પ્રકારના કર્મસંબંધ નહિ હોવાથી તેઓ મુકિતમાંથી પાછી ફરે એ માનવું ઘટી શકતું નથી. વળી મોક્ષમાંથી જીવો પાછા ફરે એમ માનવાથી તે મોક્ષનું મહત્વ સ્પષ્ટ રીતે ઉડી જાય છે. એટલા માટે બીજો માર્ગ સ્વીકાર ન્યાય છે.
જેટલા જીવો સંસારમાંથી મુક્તિમાં જાય છે એટલા જીવો વસ્તુતઃ ખૂટે છે. છતાં બ્રહ્માંડમાં છે અને હેવાથી તે ખાલી થઈ શકે નહિ. સંસારમાં રહેલ જીવરાશિમાં કોઈ પણ જાતને વધારો ન થવા છતાં અને સંસારમાંથી નિરંતર જીવોને ઘટાડે થતે રહેતે પણ, કોઈ પણ કાલે જીવન અંત ન આવે એટલા છો “ અનન્ત’ શબ્દથી સમજવા જોઈએ.
સૂમમાં સૂક્ષ્મ વખતને જેને શાસ્ત્રમાં “સમય” કહેવામાં આવ્યું છે. * સમય ” એટલો સૂક્ષ્મ વખત છે કે એક પળમાં એવા કેટલા સમય પસાર થઈ જાય છે તેની આપણાથી ગણત્રી થઈ શકે તેમ નથી. આવા અનન્ત સમયે-ભૂતકાળના અનન્ત સમયે, વર્તમાનકાળને ચાલુ એક સમય અને ભવિષ્યકાળના અનન્ત સમયે--એક કરવાથી જેટલા સમયે થાય તેનાથી પણ અનન્તગણું જીવે છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે અનન્ત ભવિષ્યકાળે પણ સંસાર છોથી ખાલી થઈ શકે નહિ. જેટલા જેટલા દિવસો અને વર્ષો પસાર થતા જાય છે એટલો એટલે
306
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org