________________
ન્યાયકુસુમાંજલિ. [ પચમTiryachs live in innumerable oceans ( and Dvipas ). The universe is divided into two parts, Loka and Aloka. The portion where there are ( found ) the six substances such as Dharma is called Loka, whereas the portion where there is nothing else but space is termed Aloka. ( 10 ) - “મનુષ્ય જખૂ, ઘાતકી અને અર્ધ પુષ્કરાવ દ્વીપમાં વસે છે. કિન્તુ તિર્યંચ એથી આગળ બીજા અસંખ્ય દ્વીપ અને સમુદ્રોમાં પણ છે. લેક અને અલોક એમ બે પ્રકારનું જગત છે. તેમાં લેક ધર્માસ્તિકાયાદિક દ્રવ્યયુક્ત છે, જ્યારે અલોક તે ફક્ત આકાશમાત્ર છે.”—૧૦
- સ્પષ્ટી, જમ્મુ, ઘાતકી, પુષ્પરાવર્ત એ ત્રણ દીપે છે. તે સિવાય બીજા અસંખ્ય દ્વીપ છે. કિન્તુ મનુષ્ય જખ્ખ દ્વીપમાં, ઘાતકી ખંડમાં અને પુષ્પરાવર્ત દ્વીપના અધ ભાગમાં વસે છે. તિર્યંચ તો આ સિવાયના બીજા અસંખ્ય દીપ અને સમુદ્રમાં પણ છે. જગતના બે વિભાગ છે–લોક અને અલેક. જ્યાં ધર્મ, અધર્મ, પુદ્ગલ, આકાશ, કાલ અને જીવ એ છ દ્રવ્યો છે તેને “લોક' કહેવામાં આવે છે, જ્યારે અલકમાં તે ફક્ત આકાશજ છે. ધર્મ અને અધર્મરૂપ પદાર્થો માન્યા વિના લોક અને અલોક એમ બે વિભાગે પડી શકતા નથી. તેનું કારણ એ છે કે સર્વ કર્મને ક્ષય કર્યા પછી આભા પિતાના સ્વભાવાનુસાર ઊર્ધ્વગમન કરે છે. આમ ઊર્ધ્વગમન કરતાં આત્મા ક્યાં અટકે જોઈએ, એ દેખીતી વાત છે અને એ માટે તેના અટકવાનું કારણ કંઇ હેવું જોઈએ. આ પ્રશ્નને નિવેડે ધર્માસ્તિકાય વિગેરે પદાર્થો માન્યા વિના આવી શકતું નથી, કેમકે આ પદાર્થ માન્યા વિના ઊર્ધ્વગમન કરતે માત આત્મા કયાં અટકશે એને પત્તો લાગી શકતો નથી; જયારે ધમસ્તિકાય પદાર્થ માનીએ છીએ, ત્યારે તે ગતિ કરવામાં સહાયક હોવાથી તે પદાર્થ જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી મુક્ત આત્મા ઊર્ધ્વ ગમન કરે છે અને તે પદાર્થને જ્યાં અંત આવે છે, ત્યાં જ તે મુકત આત્માની ગતિ પણ અટકી જાય છે. આમ મુકત આત્માની ગતિના નિધિ તરફ ખ્યાલ આપતાં ધમસ્તિકાય પદાર્થ સિદ્ધ થાય છે, અને તેને લઇને લોકઅલોકના વિભાગ સાબિત થાય છે. કારણ કે તે (ધમસ્તિ
200
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org