________________
ન્યાયકુસુમાંજલિ.
[તરીયપ્રત્યક્ષ પ્રમાણ
“પ્રત્યક્ષ પ્રમાણ વ્યવહારથી અને પરમાર્થથી, એમ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તેમાં પણ ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનાર પ્રથમ વ્યાવહારિક પ્રત્યક્ષ “અવગ્રહ ” આદિકથી ચાર પ્રકારનું છે. અને બીજું પારમાર્થિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે–તેમાં પ્રથમ તો કેવલજ્ઞાન, જે વિશ્વવ્યાપી છે, બીજું મન:પર્યાયવાન, જે મનના પર્યાને જોનારૂં છે અને ત્રીજું મર્યાદિત ક્ષેત્રવાળું અવધિજ્ઞાન.”—૨
સ્પષ્ટી, જેનોએ બે પ્રમાણો માન્યાં છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. એ વાત ગત લોકમાં આપણે જોઈ ગયા છીએ. સાક્ષાત પ્રતિભાસી જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવામાં આવ્યું છે, અર્થાત રૂ૫, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દ, સુખ, દુઃખ ઇત્યાદિને જે સાક્ષાત્કાર થાય છે, તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ખરી રીતે જોતાં તે, જે જ્ઞાનની ઉત્પત્તિનું કારણ કેવળ આત્મશતિજ હેય છે તેજ જ્ઞાન પ્રત્યક્ષ કહી શકાય. ઈન્દ્રિ દ્વારા ઉત્પન્ન થનાર ચાક્ષુષપ્રત્યક્ષાદિક જ્ઞાન તો અનુમાનની માફક અન્ય નિમિત્તથી ( આત્માથી અન્ય ઈન્દ્રિયાદિથી ) ઉત્પન્ન થતાં હોવાને લીધે પ્રત્યક્ષ કહી શકાય નહિ; છતાં પણ તે વ્યવહારમાં યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિનાં મુખ્ય કારણ હોવાથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ ” કહી શકાય છે; કેવળ આત્મશકિતદ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ સંબોધવામાં આવે છે. આમ પ્રત્યક્ષના બે વિભાગે પડે છે—સાંવ્યવહારિક અને પારમાર્થિક.
સાંવ્યવહારિક પ્રત્યક્ષના પણ બે ભેદો પડે છે ઈન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબન્ધન. ઈડ્યિો દ્વારા જે જ્ઞાન થાય છે તેને ઇન્દ્રિયનિબન્ધન અને અનિયિદ્વારા અર્થાત મન દ્વારા જે જ્ઞાન થાય છે તેને અનિન્દ્રિયનિબન્ધન કહેવામાં આવે છે. આ બન્નેના ચાર ચાર ભેદો છે–અવગ્રહ,
હા, અવાય અને ધારણું. અર્થનું જે સામાન્ય ગ્રહણ તે અવગ્રહ, ત્યાર પછી વસ્તુને જે પરામર્શ તે ઈહા, વસ્તુનું અવધારણ તે અવાય અને અવધારણની અવિસ્મૃતિ-વાસના-સ્મરણરૂપ જે અવસ્થા તે ધારણા છે.
પારમાર્થિક પ્રત્યક્ષના પ્રથમ બે વિભાગ પડે છે -સકલ અને વિકલ. સકલ પારમાર્થિક જ્ઞાન તે કેવલજ્ઞાન છે. વિકલ પારમાર્થિકના બે
116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org