________________
તબક] Nyaya-Kusuminjali પરિક્ષ પ્રમાણવા
પરાક્ષ પ્રમાણ પાંચ પ્રકારનું છે–સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુ- ' માન અને આગમ. તેમાં પહેલું સ્મરણ-જ્ઞાન, સંસ્કારની જાગૃતિ થવાથી અનુભૂત વસ્તુને ગ્રહણ કરનારૂં છે અને બીજું પ્રત્યભિજ્ઞાન, સ્મૃતિ અને અનુભવ દ્વારા એકત્વ આદિ વિષયને ગ્રહણ કરનારૂં છે ”-૩
સ્પી–અમુક વસ્તુને અનુભવ કરવાથી તેના સંસ્કારો આપણા હૃદયમાં સ્થાપિત થાય છે. તે સંસ્કાર જ્યારે જાગૃત થાય છે, ત્યારે તે વસ્તુ યાદ આવે છે. આ જે યાદ આવવું તે “સ્મરણ કહેવાય છે. સ્મરણ, અનુભૂત વસ્તુ પર બરાબર પ્રકાશ નાંખતું હોવાથી તેને “પ્રમાણું કહ્યું છે.
ખવાઈ ગયેલી વસ્તુ, જ્યારે હાથ આવે છે, ત્યારે “તેજ આ એવું જે જ્ઞાન કુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલો માણસ જ્યારે ફરીને મળે છે, ત્યારે બસ સેવા ” અર્થાત “તે આ દેવદત” એવું જે પ્રતિભાન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
સ્મરણ થવામાં પૂર્ણ થયેલ અનુભવજ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ એ બંને ભાગ લે છે. સ્મરણમાં તે ઘડે” એવું સ્કરણ થાય છે, જ્યારે પ્રત્યમિજ્ઞાનમાં “તે આ ઘડો” એ પ્રતિભાસ હોય છે. આથી એ બંનેની ભિન્નતા સમજી શકાય છે. ખોવાયેલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને જોવાથી ઉત્પન્ન થતા તેજ આ’ એવા જ્ઞાનમાં “તેજ” એ ભાગ સ્મરણ રૂપ છે, અને આ એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવા રૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બંનેને સંમિશ્રણરૂપ “તેજ આ’ એ અખંડ જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન’ છે.
કોઈ એક ગૃહસ્થ કદાપિ રોઝ જોયું હતું. એક વખતે કઈ ગોવાળના કહેવાથી એને જ્ઞાન થયું કે-ગાયના જેવું રોઝ હોય છે. કેઈ વખતે જગલમાં ચક્કર મારવા ગયેલા તેને રોઝ ઢામે મળ્યું. રાઝને દેખવાથી તેને ઝટ ગાયના જેવું જે હોય છે, તે” એવી સ્મૃતિ (યાદી) આવી; એ સ્મરણ અને “આ એવું રાઝનું પ્રત્યક્ષ દર્શન, એ બંનેના મિશ્રણરૂપ તેજ આ રેઝ એ વિશિષ્ટજ્ઞાન જે થયું, તે પ્રત્યભિજ્ઞાન છે.
Li19.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org