________________
ન્યાયકુસુમાંજલિ.
[ તૃતીયનથી, તેણે એકવાદિકની બુદ્ધિનું સાધન ખચ્ચિત કઈ પણ બતાવવું જોઈએ. એ બુદ્ધિ પ્રત્યક્ષથી ઉદ્દભવે નહિ. નહિતે પ્રથમ પ્રત્યક્ષ સમયે પણ તેને પ્રાદુર્ભાવ થવો જોઇએ. તેમજ સ્મૃતિસહકૃત પ્રત્યક્ષથી પણ તે ઉદભવે નહિ, કારણ કે અવિષયમાં (જેને જે વિષય નહિ હેય તેમાં) પ્રવૃત્તિ થઈ શકે નહિ. ”-૧૨
સ્પષ્ટી, જેઓ પ્રત્યભિજ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી, તેઓએ બતાવવું જોઈએ કે “આ તેજ છે ” એ પ્રકારના ભૂત અને વર્તમાન કાલના એક વની સંકલના કરનારા જ્ઞાનને ઉત્પન્ન થવાનું સાધન શું છે? આ જ્ઞાનનું સાધન પ્રત્યક્ષ છે એમ તે તેઓથી કહી શકાય તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ તે વર્તમાનકાલિક વિષયનેજ ગ્રહણ કરે છે
અર્થાત ભૂતકાલિક વિષય પર તે કંઇ પ્રકાશ પાડી શકે તેમ નથી; એટલે પ્રત્યભિજ્ઞાનનું કામ પ્રત્યક્ષથી થઈ શકતું નથી. કદાચ તેઓ એમ કહે કે
મૃતિની મદદથી પ્રત્યક્ષ આ જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તો તે પણ યુકત નથી, કેમકે સ્મૃતિની સહાયતા રહેતે છતે પણ પ્રત્યક્ષમાં એ શકિત નથી કે તે પ્રત્યભજ્ઞાનને ઉત્પન્ન કરી શકે. પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરવાને માટે તે પ્રત્યભિજ્ઞાન પ્રમાણની જ જરૂર છે. ધ્યાનમાં રાખવું કે દરેકની પોતાના વિષયમાં જ પ્રવૃત્તિ થાય છે. અંજનયુકત નેત્ર દૂરવર્તી પણ રૂપને જ ગ્રહણ કરે છે; ન કે પિતાના અવિષય ગંધને. એ જ પ્રમાણે એકવાદિનું ગ્રહણ કરવું એ પ્રત્યક્ષને વિષય નથી; અન્યથા અનુમાન પ્રમાણ લેપ થવાને પ્રસંગ આવશે; કેમકે એ સ્થળે પણ એમ કેમ ન કહી શકાય કે વ્યાપ્તિમરણાદિની મદદથી પ્રત્યક્ષજ પરોક્ષ અગ્નિનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે પ્રત્યક્ષ અને સ્મૃતિ એ બનેના સંબન્ધથી ઉદ્ભવતો બોધ, જે “ તેજ આ છે ”, “રેઝ ગાયના જેવું છે ” એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે તે પ્રત્યભિજ્ઞાન જ છે.
स्मरणप्रमाणप्रसाधनम्स्मृतिप्रामाण्यापाकरणनिपुणः कः खलु भुवां ?
विसंवादातीता न भवति किमध्यक्षवदसौ ? । गृहीतग्राहित्वं नहि किमनुमानार्थविषये समक्षे, सम्बन्धावगमविषयायामनुमितौ ? ॥ १३ ॥
134
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org