________________
તબક] Nyaya-Kusumanjali વેદનીય કર્મમાંની અસાતવેદનીય પ્રકૃતિ–એટલા અશુભ હેવાથી પાપ કર્મ છે. વેદનીય કર્મમાને સાતવેદનીય પ્રકાર, નામ કર્મની શુભ પ્રકૃતિઓ, ઉચ્ચ ગોત્ર અને દેવ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય તથા તિર્યંચ આયુષ્ય એટલા શુભ કર્મો છે-પુણ્ય કર્મો છે.
ગાવૃત્તેિ કાર્ય અને ત્યાઘવ ” અર્થાત જેનાથી કર્મ આવે તે “ આશ્રવ ” છે. આથવને “આસવ ” પણ કહેવામાં આવે છે, એને અર્થ પણ “સાસ્ત્રતિ વર્ષ ને રૂત્યાવ:”એ વ્યુત્પત્તિથી પૂર્વોકત પ્રમાણેજ થાય છે. આમાની સાથે કર્મનો સંબંધ જે કારણે દ્વારા થાય છે તે કારણોને “આશ્રવ ” યા “ આસ્રવ ' કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના વ્યાપાર શુભ હેય તે શુભ કર્મ અને અશુભ હોય તે અશુભ કર્મ બંધાય છે. એ માટે મન, વચન અને શરીરના વ્યાપાર એજ “ આશ્રવ ' છે. મનને વ્યાપાર સારૂં યા દુષ્ટ ચિતન, વચનને વ્યાપાર સારૂં યા દુષ્ટ ભાષણ અને શરીરને વ્યાપાર
જીવદયા, પરોપકાર, ઈશ્વરભજન વિગેરે સદાચરણ અથવા હિંસા, ચેરી વિગેરે દુરાચરણ છે. મનના, વચનના અને શરીરના વ્યાપારરૂપ આશ્રવથી બંધાતાં કર્મોને અટકાવનાર આત્મિક નિર્મળ પરિણામને “સંવર” કહેવામાં આવે છે. “સચિત્તે વાર્મ અને કૃતિ સંકઃ ” અર્થાત કિાય છે કર્મ જેનાથી તે “સંવર” છે. કર્મને રોકવું એ પણ અર્થ સંવરને થઈ શકે છે. જેટલે અંશે કર્મ બંધાતું અટકે તે “સંવર” સમજ. કમનું આત્મા સાથે બંધાવું-આત્મા સાથે કર્મને દૂધ અને પાણીની પેઠે સંબંધ થવો એનું નામ * બંધ ” છે. આત્મા અને કર્મ એ બંને સાથે-અનાદિસંબદ્ધ છે, એમ માનવું યુક્ત છે, કારણકે આત્મા પહેલો અને કર્મ પછી એમ તે સંભવી શકે નહિ, કેમકે શુદ્ધ આત્માને કર્મરૂપ ચિકાસ લાગવાનું કંઈ પ્રયોજન નથી. કર્મ પહેલું અને આત્મા પછી એમ તે કહી શકાય જ નહિ, કેમકે એમ માનવામાં તે આત્માની ઉત્પત્તિ અને વિનાશ માનવાની જરૂર પડે છે, કે જે હકીકત ઈષ્ટ નથી. વળી “ કર્મ ” જે વસ્તુ કહેવાય છે તે આત્માના સંબધને લઈને જ. છે કે કોઈ ખાસ એક પૃથક વસ્તુ નથી; જે દ્રવ્ય એક વખતે કર્મ તરીકે હતાં નથી, તેજ દ્રવ્ય આત્માના તથાવિધ વિશિષ્ટ સંબધમાં જોડાતાં “ક ' કહેવાય છે.
28.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org