________________
ન્યાકુસુમાંજલિ [પચમto Samvara and the two types of Nirjara. When there remains no water in the pond, it gets dry; similarly, when all the Karmans are destroyed, the soul attains liberation. નવ તત્વોનાં લક્ષણ–
જે જ્ઞાનસ્વરૂપ છે, તે “ જીવ ” છે, અને એ સિવાયના જ્ઞાનરહિત-જડ પદાર્થો “ અજીવ ” કહેવાય છે. અજીવ પદાર્થના ધર્માસ્તિકાય વિગેરે ભેદો છે. સત્કર્મ તે “પુણ્ય ', અસત્કર્મ તે પાપ', કર્મનું દ્વાર તે “ આશ્રવ ', તેને ( આશ્રવને ) રેકનાર તે “સંવર', કર્મને ક્ષય તે “ નિર્જરા ', કર્મને સંબંધ તે “બંધ ” અને શિવ ( સર્વ કર્મક્ષયથી પ્રાદુર્ભુત શાંત-અવસ્થા ) તે “મેક્ષ' છે.”—
સ્પષ્ટીજ્ઞાન-શક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. છવ, બીજા પદાર્થોની માફક પ્રત્યક્ષ દેખાતો નથી પરંતુ સ્વાનુભવથી જાણું શકાય છે. જેમાં સુખ-દુઃખની લાગણી કે જ્ઞાન હેતું નથી, તેને અજીવ કહેવામાં આવે છે. આ અજીવ તવના પાંચ ભેદ છે-ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાલ. પ્રશસ્ત કર્મ તે “ પુણ્ય ' અને અપ્રશસ્ત ( દુષ્ટ ) કર્મ તે “પાપ” કહેવાય છે. સંપત્તિ, આરોગ્ય, રૂપ, દીર્ધ આયુષ્ય વિગેરે સુખનાં સાધને, જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે, તે શુભ કર્મોને * પુણ્ય' કહેવામાં આવે છે. અને જેથી દુ:ખની સામગ્રી પ્રાપ્ત થાય છે તે કર્મને “પાપ” સાધવામાં આવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય-એ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર અશુભ કર્મો પાપ કર્મો છે કારણ કે જ્ઞાનાવરણ કર્મથી આત્માનું મૂળ સ્વરૂપ-જ્ઞાન દબાઈ જાય છે. દર્શનાવરણ દર્શનશક્તિને આચ્છાદન કરનાર છે. મેહર નીય કમ મેહનું કારણ છે એટલે આ કર્મ ચારિત્રને અટકાયત કરનાર છે તથા તત્ત્વ–શ્રદ્ધામાં બાધા નાંખનાર છે. અતરાય કર્મના પ્રભાવથી, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ ચાર કર્મો સિવાય, શુભ અને અશુભ એમ બે પ્રકારના નામ કમની અંદરની અશુભ પ્રવૃતિઓ, આયુષ્ય કર્મમાં નરકનું આયુષ્ય, નેત્ર કર્મમાંથી નીચ ગોત્ર પ્રકૃતિ અને
284
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org