________________
ન્યાયકુસુમાંજલિ. [વતીયસ્પષ્ટી પ્રમાણથી સિદ્ધ અનંત ધર્મવાળી વસ્તુના અંશને બેધ કરનાર તેમજ અન્ય અંશ તરફ ઉદાસીન રહેનાર, પ્રમાતા પુરૂષના અભિપ્રાયવિશેષને નિય' કહેવામાં આવે છે. બીજા અંશે તરફ ઉદાસીનતા ધારણ નહિ કરનાર નય દુષ્ટ છે- નયાભાસ છે.
એકજ વસ્તુને વિચાર જૂદી જૂદી દષ્ટિએ કરી શકાય છે. આ દષ્ટિઓને નિય” કહેવામાં આવે છે. એકજ મનુષ્યને જૂદી જૂદી અપેક્ષાએ કાકે, મામે, સારી, બનેવી, પિતા, ભાઈ, પુત્ર, જમાઇ વિગેરે તરીકે જે માનવામાં આવે છે, તે “નય” સિવાય બીજું કશું નથી. ટૂંકમાં અનેક ધર્મવાળી વસ્તુમાં અમુક ધર્મને લગતે જે અભિપ્રાય બંધાય છે, તેને જૈનશાસ્ત્રકારો “ નય ' કહે છે. વસ્તુમાં જેટલા ધર્મો છે, તેને લગતા સર્વ અભિપ્રાયો “ ને ” કહેવાય છે. દરેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ બન્ને અપેક્ષાઓને નય કહેવામાં આવે છે. નયના સંબંધમાં વિશેષ આગળ ઉપર ગ્રંથકાર કહેનાર છે.
અજ્ઞાનને નાશ એ પ્રમાણેનું સાક્ષાત ફળ છે. પરંપરા ફળ તો કઈ વસ્તુ ગ્રહણ કરવી, કઈ ત્યાગ કરવી, કઈ ઉપેક્ષા કરવી, એ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ છે. કેવલજ્ઞાનનું ફળ તે સર્વથા માધ્યરશ્ય છે. - ઈદ્ધિ તેમજ ઇન્દ્રિયસબ્રિક જ્ઞાન મેળવવામાં સહાયભૂત છે તેથી તેને કેટલાક પ્રમાણરૂપ માને છે. પણ આ વાત યુકત નથી, કેમકે જે જે સહાયભૂત છે તે તે પ્રમાણુરૂપ માનવાં પડશે. આમ કરવું તે તે મોટી આપત્તિરૂપ છે, તેથી ઇન્દ્રિ, ઈન્દ્રિયસન્નિકર્ષ, વિગેરેને પ્રમાણ માનવા ન જોઈએ.
સ્યાદ્વાદના સંબંધમાં આગળ ગ્રંથકાર સ્વયં કહેવાના છે. प्रमातारं परिचाययति
माताऽऽत्मा स्वपरावभासनिपुणः कर्ता च भोक्ता निजो__ यत्संवेदनसिद्धतामुपगतो भिन्नः प्रतिक्षेत्रकम् । सौवाक्षालयमान आवरणकं बिभ्रत् पुनः पौद्गलं ज्ञानात्मा परिणामवान् भगवतः सिद्धान्त आवेदितः ॥२०॥
179
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org