________________
ન્યાયકુસુમાંજલિ.
[ તૃતીયસામાન્યાદિની વિચારણા
- “ અહેમતમાં સામાન્ય બે પ્રકારનું કહેવામાં આવ્યું છે–એક તે તિર્યક સામાન્ય અને બીજું ઊર્ધ્વતા સામાન્ય. સર્વ વ્યક્તિઓમાંના સમાન પરિણામને તિર્ય-સામાન્ય કહેવામાં આવે છે. જેમ કે ગામાં રહેલો ગોત્વ ધર્મ. કટક વિગેરે અન્ય પર્યાયામાં રહેલ મૂળ દ્રવ્યને ઊર્ધ્વતા–સામાન્ય કહે છે. પર્યાયને “વિશેષ' કહેવામાં આવે છે. કિન્તુ સામાન્ય અને વિશેષ એ બંને પદાર્થથી સર્વથા ભિન્ન નથી.”–૩૨
સ્પષ્ટી. દરેક વ્યક્તિમાં જે સમાનભાવ રહેલો છે તેને તિર્ય સામાન્ય કહેવામાં આવે છે. જેમકે જુદા જુદા પ્રકારની ગાયોમાં રહેલું ગત્વ વિગેરે. પૂર્વીપર પર્યાયામાં જે મૂળ દ્રવ્ય રહે છે તેને ઊર્વતા સામાન્ય માનવામાં આવ્યું છે. જેમકે કટક, કંકણ, એરિંગ, છેડે એ વિગેરેમાં સુવર્ણ. ગુણ અને પર્યાયને વિશેષ કહેવામાં આવે છે.
નયાયિક વિગેરે વિદ્વાને, સામાન્ય અને વિશેષ પરસ્પર નિરપેક્ષ હાઈ વસ્તુથી એકાન્ત ભિન્ન છે, એમ માને છે. કિંતુ જૈનશાસ્ત્રકારે તે બંનેને સાપેક્ષ તેમજ વસ્તુનું સ્વરૂપ માને છે.
વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. અનેક ઘડાઓમાં “ઘ” “ઘ” એવી જે એકાકાર અર્થાત એક સરખી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે એજ બતાવી આપે છે કે તમામ ઘડાઓમાં સામાન્ય ધર્મ-એકરૂપતા રહેલી છે. તે સિવાય અનેક ઘડાઓમાંથી પિતપોતાને ઘડે ઓળખી લેવાય છે, એ ઉપરથી તમામ ઘડાઓ એક બીજાથી વિશેપતા-ભિન્નતા–પૃથક્તાવાળા સિદ્ધ થાય છે. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ સર્વ પદાર્થોમાં સમજવું. એ બંને સ્વરૂપ પરસ્પર સાપેક્ષ છે અને વસ્તુથી અલગ નથી. અતઃ પ્રત્યેક વસ્તુને સામાન્ય-વિશેષભયાત્મક સમજવી એ સ્યાદાદ-દર્શન છે. धर्मादि-द्रव्याणि निरूपयतिधर्मः स्यात् जडजीवयोर्गतिकृतौ पानीयवद् यादसोऽ - धर्मः स्यात् समवायिकः स्थितिकृतौ छायाऽध्वयातुर्यथा।
216
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org