________________
તબક] Nyāya-Kusumānjali લેકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. હાલવું, ચાલવું અને સ્થિર થવું એમાં સ્વતંત્ર કર્તા તે જીવ અને જડ પદાર્થો પોતેજ છે. પિતાનાજ વ્યાપારથી તેઓ હાલે ચાલે છે અને સ્થિર થાય છે; પરંતુ એમાં મદદગાર તરીકે કોઈ અન્ય શકિતની અપેક્ષા હોવી જોઈએ એમ વર્તમાન વૈજ્ઞાનિકેનું પણ માનવું છે, જ્યારે જૈનશાસ્ત્રકારે એ સંબંધમાં ધર્મ અને અધર્મ એવા બે પદાર્થો માને છે.
પ્રદેશ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ. ઘટ પટાદિક પદાર્થોના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ પરમાણુઓ છે. આ પરમાણુઓ જ્યાં સુધી વસ્તુ સાથે સંબદ્ધ હોય ત્યાં સુધી તેઓને પ્રદેશ કહેવામાં આવે છે; જ્યારે તેઓ અવયવીથી છૂટા પડે છે ત્યારે તેઓને પરમાણું સંબોધવામાં આવે છે.
ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ અરૂપી પદાર્થો છે. એમના પ્રદેશ વિચિત્ર પ્રકારના છે. એ પ્રદેશે પરસ્પર ઘનીભૂત-તદન એકીભૂત હોય છે. જેમ ઘટાદિકના પ્રદેશ ઘટાદિથી જુદા પડી–પ્રત્યેક જૂદા પડી ગયા પછી પરમાણુ તરીકે વ્યવહત થાય છે, તેમ ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશે જૂદા પડતાજ નથી. ધર્મ, અધર્મ અને આત્માના અસંખ્યાત પ્રદેશો છે, જ્યારે આકાશ અનન્તપ્રદેશવાળું છે. આકાશના બે ભેદ છે-લે કાકાશ અને અલકાકાશ. લેકસંબંધી આકાશ તે કાકાશ અને અકસંબંધી આકાશ તે અલકાકાશ. કાકાશ અસંખ્યપ્રદેશયુકત છે, જ્યારે અલકાકાશ અનન્તપ્રદેશયુક્ત છે. ' કાલ વર્તનશીલ છે. કાલ શું છે તે દરેક જન સમજે છે. કાલને લીધે નવીન વસ્તુ જુની થાય છે અને જુની વસ્તુ જીર્ણ થાય છે. બાલ તરૂણ થાય છે, તરૂણ વૃદ્ધ થાય છે, એ પ્રમાણે કાલને પ્રભાવ છે. અત્યારને સમય, જેને વર્તમાન કહેવામાં આવે છે, તે ક્ષણ વારમાં તે ભૂત થઈ જાય છે અને જેને આપણે આવવાને સમય અર્થાત ભવિષ્ય કહીએ છીએ તે તે ક્ષણન્તરમાં વર્તમાન થાય છે. આ પ્રમાણે જોતાં વર્તમાન સમયજ કાલ છે. કારણ કે ભવિષ્યત તે અસત છે તેમજ ગયેલો સમય નષ્ટ છે. પળ, ઘડી, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ વિગેરે કાલના જે વિભાગે પાડવામાં આવ્યા છે તે અસદ્દભૂત ક્ષણેને બુદ્ધિમાં એકત્રિત કરી પાડવામાં આવ્યા છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એક ક્ષણમાત્ર કાલમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ.
221
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org