________________
વાયકુસુમાંજલિ.
[ચતુર્થમેક્ષમાર્ગને અનુકૂળ પુણ્ય પ્રાપ્ત થતું હોવાથી તેવા પુણ્યથી ભય રાખવાનું કામ નથી; ઈશ્વરની મૂર્તિ પૂજાને અંગે દ્રવ્યવ્યય સાર્થક છે; સુહૃદયપૂર્વક આરંભ કરનારાને અલ્પ પાપ લાગતાં છતાં મહાફળ પ્રાપ્ત થાય છે; ભગવાનની શાન્તાકૃતિ સુખ આપનારી છે; આ (મૂર્તિપૂજા ) પણ મહત કાર્ય છે; અને જડ એવા ચિન્તામણિને વિષે પણ લેકે શું આદર રાખતા નથી ? ”—૪૨
સ્પષ્ટી. ગત લેકમાં દર્શાવેલા આઠ વિકલ્પે અસ્થાને છે, એમ પ્રસ્તુત લેકથી પ્રતિપાદન કરવામાં આવે છે. કેટલાકે એમ વિકલ્પ કરે છે કે ઈશ્વરની પ્રતિમા પૂજવાથી પાપ લાગે છે, પરંતુ જેમ ગુવાંદિકની મૂર્તિને-છબીને નમસ્કાર કરવામાં પાપ લાગતું નથી, તેમ અત્રે પણ સમજી લેવું. વળી મૂર્તિ પૂજાનું કંઈ ફળ નથી, એમ પણ કેટલાકનું માનવું છે, કિન્તુ તેઓએ જાણવું જોઈએ કે મૂર્તિપૂજાથી સમ્યકત્વ-શુદ્ધિરૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. મૂર્તિપૂજાથી પુણ્ય બંધાય છે અને આથી સંસારમાં ભ્રમણ કરવું પડે છે, એવી દલીલ કેટલાકે કરે છે, પણ તે લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે પુણ્યાનુબંધી પુણ્ય પણ પરંપરાએ મેક્ષનું કારણ છે. મૂર્તિ પૂજામાં ખરચેલ દ્રવ્ય નકામું જાય છે એમ માનવું યુકત નથી, કેમકે મૂર્તિ પૂજા દ્વારા ઘણું જીવો આત્મશુદ્ધિને લાભ ઉઠાવે છે. મૂર્તિની રચના, પૂજ, વિગેરે કાર્યોમાં જીવોની હિંસા થવાનો સંભવ છે અને આથી પાપ લાગવાનો ભય રહે છે, તેથી મૂર્તિપૂજા જોઈએ નહિ, એમ કેટલાકે તરફથી સૂચના કરવામાં આવે છે, કિન્તુ સમદષ્ટિએ વિચાર કરતાં માલુમ પડે છે કે ઉપગપૂર્વક-સંપૂર્ણ સંભાળસહિત કાર્ય કરનારને, જે કે અલ્પ પાપ લાગે, પણ પરિણામ શુદ્ધ હોવાથી મહાફળ મેળવાય છે. વળી વણિફ-બુદ્ધિએ દરેક કાર્ય કરવું જોઈએ. ખેટ કરતાં લાભ વધુ હોય તો તે કાર્ય કરવામાં હાનિ નથી. આ ન્યાય પ્રમાણે મૂર્તિ પૂજાદ્વારા જે પવિત્ર પુણ્ય ઉપાર્જન થાય છે, તેની સામે પાપને લવ કઈ હિસાબમાં ન હોવાથી અને તે પાપલવ પુણ્યરાશિમાં વિલીન થઈ જતો હોવાથી મૂર્તિપૂજાનો નિષેધ કરવા અયુક્ત છે. વળી, ઈશ્વરની આકૃતિ બરાબર બની ન શકે, એ દલીલ પણ અયુક્ત છે, કેમકે તેની શાંત આકૃતિ બનાવીને તેની પૂજા કરવામાં આવે તે તે શાંતિ મેળવવાનું એક સાધન છે. મૂર્તિપૂજા કરવામાં સમય જાય.
278
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org