________________
તક ]
Nyāya-Kusumānjali
સ્પષ્ટી—અમુક વસ્તુના અંશથી મેધ આપનાર અભિપ્રાયને ‘નય’ કહેવામાં આવે છે, એ આપણે ગત લેાકમાં જોઇ ગયા છીએ. જેટલા અભિપ્રાયા છે તેટલા નયા સમજવા. છતાં પણ મુખ્યતયા નયાના એ પ્રકારા છે—દ્રવ્યાયિક નય અને પર્યાયાર્થિક નય. દ્રષ્યાર્થિક નયના ત્રણ ભેદે છે—નગમ, સંગ્રહ અને વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર ભેદો છે ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત,
મૈગમ નિગમ' એટલે સૌંકલ્પ-કલ્પના. એ કલ્પનાથી થતા વસ્તુન ઠ્યવહાર બૈંગમ' કહેવાય છે, આ નયના ત્રણ પ્રકારા છે—ભુત નૈગમ, ભવિ મૃદ્ નૈગમ અને વર્તમાન નૈગમ. થઇ ગયેલી વસ્તુના વમાનરૂપે વ્યવહાર કરવા તેને ભૂત નૈગમ જાણવા, જેવી રીતે કૅ-આ દ્વિવાળાના દિવસ છે કે જે દિવસે મહાવીરસ્વામી નિર્વાણુ પામ્યા હતા. આ ભૂતકાળને વમાનમાં ઉપચાર છે, કેમકે મહાવીરસ્વામીના નિર્વાણુને દિવસ આજે ( આજના દીવાળીના દિવસે ) માની લેવાય છે. આવી રીતે ભૂતકાળના વર્તમાન તરીકે ઉપચારનાં ખીજા ઉદાહરણા પણ આપી શકાય.
થનારી વસ્તુને થઇ કહેવી એ ભવિષ્યદ્ ર્નંગમ છે. જેવી રીતે કે ચોખા ધાઇ જવા આવ્યા હોય અને પૂરા રધાઇ ગયા ન હૈાય ત્યારે કહેવું કે ચાખા રધાઈ ગયા' અથવા અન દેવ-મુકિત પામ્યા પહેલાંમુકત થયા એમ કહેવું તે ભવિષ્ય નૈગમ છે.
ચોખા રાંધવાને લાકડાં, પાણી વિગેરેની તૈયારી કરનારને કાઈ પૂછે કે તમે શુ' કરા છે તેા તેના જવાબમાં તે કહે કે હું ચેખા રાંધું છું. આ વર્તમાન નગમ છે, કારણ કે ચોખા ધાવવાની ક્રિયા, જે વમાનમાં શરૂ થઈ નથી, તેનું વર્તમાનરૂપે કથન કરવામાં આવ્યું છે. આ નય, સામાન્ય અને વિશેષ જે વસ્તુના ધર્માં છે તેને પરસ્પર અલગ અને વસ્તુથી ભિન્ન માને છે.
સગ્રહુ—સામાન્ય પ્રકારે વસ્તુઓનું કથન કરવું તેને સ ંગ્રહ નય કહેવામાં આવે છે. આ નયમાં વિશેષની દરકાર કરવામાં આવતી નથી, કારણ કે આ નય એમ કહે છે કે સામાન્યથી પૃથક્ વિશેષ કાઇ ચીજજ નથી, બધા શરીરને એક આત્મા છે, એમ આ નયનું કથન છે. આ યનથી વસ્તુતઃ બધા શરીરામાં એક આત્મા સિદ્ધ થતા નથી. પ્રત્યેક શરીરે આત્મા
227
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org