________________
વાયકુસુમાંજલિ
[ nતીયએકજ માટીમાંથી ઘડ, કંડું વિગેરે અનેક પાત્ર બને છે, એ બધાઓને સુવિદિત છે. ઘડે ફેડી તેજ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડે કહેતા નથી, કારણ કે જે કે માટી તેની તેજ છે, છતાં આકાર બદલાયો હોવાથી તે ઘડે કહેવાય જ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘડે એ માટીને અમુક આકારવિશેષ છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તે આકારવિશેષ માટીથી તદ્દન જ નથી. તે તે આકારમાં ફેરવાયેલી માટી જ જ્યારે ઘડે, કુંડું વિગેરે નામથી વ્યવહત થાય છે, તે પછી ઘડાના આકારને અને માટીને તદ્દન જૂદા કેમ માની શકાય ? આ ઉપરથી સમજાયું કે ઘડાને આકાર તેમજ માટી એ બંને ઘડાનાં સ્વરૂપે છે. આ બંને સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને અવિનાશી કર્યું છે તે વિચારવું જોઈએ. ઘડાને આકાર એ તે વિનાશી છે એમ સહુ કઈ જાણે છે. એટલે ઘડાનું એક સ્વરૂપ આકારવિશેષ તે વિનાશી સિદ્ધ થયું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે વિનાશી નથી-ધ્રુવ છે; કારણ કે માટીના આકાર-પરિણામો બદલાયા કરે છે, પણ માટી તે એની એજ રહે છે, એ અનુભવસિદ્ધ વાત છે.
આ ઉપરથી ઘડાનું એક વિનાશી અને બીજું ધ્રુવ એમ બે સ્વરૂપે જોઈ શકાય છે. એથી એમ માની શકાય છે કે વિનાશી રૂપથી આકારવિશેષથી ઘડે અનિત્ય છે; અને ધૃવરૂપથી-માટીરૂપથી ઘડે નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યસ્વરૂપ વિરૂદ્ધ ભાસતા ધર્મો માની શકાય છે.
વળી સ્યાદ્વાદનું એક ઉદાહરણ જોઈ લઈએ. દરેક વસ્તુમાં સમાન અને વિશેષ ધર્મ રહેલા છે. સેંકડો ઘડાઓમાં “ ઘડે ” “ ઘડ” એવી જે એકાકાર (એક સરખી) બુદ્ધિ ઉત્પન્ન થાય છે એજ બતાવી આપે છે કે તમામ ઘડાઓમાં સામાન્ય ધર્મ–એકરૂપતા રહેલી છે. વળી સેંકડો ઘાએમાંથી દરેક મનુષ્ય પાતપિતાને ઘડે ઓળખી શકે છે. આ ઉપરથી વળી તમામ ઘડાઓમાં વિશેષતા-ભિન્નતા-પૃથતા રહેલી સિદ્ધ થાય છે. આ પ્રમાણે વસ્તુમાત્રમાં સમાનતા અને વિશેષતા રૂ૫ ધર્મો રહેલા છે. એ બંને ધર્મો સાપેક્ષ છે અને વસ્તુથો અલગ નથી. અતઃ પ્રત્યેક વસ્તુને સામાન્ય-વિશેષાત્મક માનવી એ સ્યાદ્વાદ-માર્ગ છે,
200
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org