________________
પાકુસુમાંજલિ.
[ તૃતીયસ્પષ્ટીએક વસ્તુનું જૂદા જૂદા દષ્ટિબિંદુથી અવલોકન અથવા કથન કરવું તેને “સ્યાદ્વાદ' કહેવામાં આવે છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જૂદા જૂદા ધર્મોને સ્વીકાર કરે એ સ્યાદ્વાદને અર્થ છે. એકજ વસ્તુમાં નિયત્વ, અનિત્ય, સત્ત, અસત્વ, વિગેરે વિરૂદ્ધ ભાસતા ધર્મો અપેક્ષા-દષ્ટિએ સ્વીકાર કરવા એ સ્યાદ્વાદ-દર્શન છે. આને અનેકાન્તવાદ' પણ કહેવામાં આવે છે.
એકજ પુરૂષ, પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પિતાના પુત્રની અપેક્ષાએ પિતા અને પિતાના ભત્રીજા અને ભાણેજની અપેક્ષાએ પિતા છે. વળી પિતાના કાકા અને મામાની અપેક્ષાએ તે ભત્રીજો અને ભાણેજ બને છે. આ રીતે દરેક વ્યકિતમાં વિરૂદ્ધ ભાસતા ધર્મોને જૂદી જૂદી અપેક્ષાએ સ્વીકારવાની કોઈ વિદ્વાન ના કહેતો નથી, તે પછી સત્તા, અસત્વ, નિત્ય, અનિત્યત્વ વિગેરે વિરૂદ્ધરૂપે મનાતા ધર્મોને એક જ વ્યકિતમાં જૂદી જૂદી અપેક્ષાએ કેમ ન માની શકાય ?
દરેક વ્યકિતમાં સત્ત, અસત્ત્વ ધમે કેવી રીતે સ્વીકારવામાં આવે છે, તે નીચે આપેલ પિતા-પુત્રના ઉદાહરણથી સ્પષ્ટ સમજી શકાશે.
પ્રથમ તે દરેક વસ્તુ સત કહેવાય છે, તે કેને લઈને, એ ખાસ વિચારણીય છે. રૂપ, રસ, આકાર, વિગેરે પિતાના ગુણોથી–પિતાનાજ ધર્મોથી દરેક વસ્તુ “ સત ' હેઈ શકે છે. બીજાના ગુણોથી કોઇ પણ વસ્તુ સત હેઈ શકતી નથી. હમેશાં જે બાપ હોય છે તે પિતાના પુત્રથી. પિતાના પુત્રથી બાપ બની શકાતું નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પોતાના પુત્રથી જે બાપ કહેવાય છે, તેજ પારકા છોકરાથી બાપ કહેવાતું નથી. આ પ્રમાણે સ્વપુત્રથી થતે પિતા અર્થાત સ્વપુત્રથી પિતાતરીકે સત એવો જે પિતા, તે જેમ બીજાના પુત્રથી અપિતા છે,
અર્થાત બીજાના પુત્રથી પિતા તરીકે અસત છે, તેમ પિતાના ગુણોથી પિતાના ધર્મોથી–પોતાના સ્વરૂપથી જે પદાર્થ સત્ છે, તે જ પદાર્થ બીજમાં રહેલા ગુણોથી-બીજાના ધર્મોથી-બીજાના સ્વરૂપથી સસ્ત હોઈ શકે નહિ; સત હોઈ શકે નહિ એટલે અસત છે, એમ સ્વત: સિદ્ધ થાય છે.
198.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org