________________
સ્તબક ] Nyaya-Kusumānjali સ્થળે ઘટને અભાવ છે ” એ જ્ઞાન ચાક્ષુષાદિક પ્રત્યક્ષ વડેજ થાય છે. આથી અભાવને પ્રમાણરૂપ માનવાની કશી આવશ્યક્તા રહેતી નથી.
પુષ્ટ ચિત્ર દિવસે ખાતે નથી ' આ ઉપરથી “તે રાત્રે ખાય છે” એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનના સાધનને “પ્રભાકર” અર્થોપત્તિ કહે છે. કિન્તુ આને અનુમાન માનવું જોઈએ; કેમકે આની અંદર, દિવસે ભોજન ન કરવા છતાં પુષ્ટ રહે છે એ હેતુ છે, તે રાત્રે ભોજન કરે છે, એ સાધ્ય છે અને ચિત્ર' એ પક્ષ છે. અર્થાત અનુમાનની દરેક સામગ્રી અત્રે હાજર છે, તો પછી આને અનુમાન પ્રમાણુ ન માનતાં અર્થપત્તિ માનવામાં શું વિશેષતા છે એ સમજી શકાતું નથી.
- રોઝ એ ગાયના જેવું છે. આ પ્રકારનું જ્ઞાન ઉપમાન પ્રમાણથી થાય છે, એમ તૈયાયિકનું માનવું છે. કિન્તુ વસ્તુતઃ આ જ્ઞાનને આધાર પ્રત્યભિજ્ઞાન છે. અર્થાત પ્રત્યભિજ્ઞાનથી ઉપમાન જૂદું નથી.
અતિશે પ્રમાણને માટે સમજવું જોઈએ કે જે એતિહ્ય સત્ય હોય તો તેને શબ્દ પ્રમાણમાં સમાવેશ થાય છે અને અસત્ય હોય તો પછી તેને વિષે કંઈ કહેવાની જરૂર નથી.
આજે મારા પર રાજાની કૃપા થશે ” એવા પ્રકારનું–બાહ્ય ઈન્દ્રિયનિરપેક્ષ, શબ્દ-લિંગાદિ વગર, હદયમાં–જે જ્ઞાન સ્કૂરણ થાય છે, તે પ્રાતિજ્ઞાન છે; અને આ જ્ઞાન અનિદ્રિયનિબન્ધન હોવાથી માનસ પ્રત્યક્ષાદિમાં અંતર્ભત થાય છે.
સમુદાય વડે સમુદાયનું જ્ઞાન થવું તે “ સંભવ ” છે. આ પ્રમાણ પણ અનુમાન પ્રમાણમાં જ અંતર્ગત થાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અને પક્ષ એમ પ્રમાણુના બે ભેદ સિદ્ધ થાય છે. मन्निकर्षप्रामाण्य व्यपाकरोति
मानं शासति सन्निकर्षमपि ये कीहक प्रभो ! तभ्रमः ? __स्वाज्ञानः स्वयमेष यत्किमपरज्ञानं सृजेत् कुम्भवत् ? । अन्येषां हि सृजेत् प्रकाशनमसौ दीपः प्रकाशात्मकः
प्रत्यक्षे सहकारिताभ्युपगमं त्वेतस्य को वारयेत् ? ॥ १५ ॥
169.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org