________________
એક ] Nyaya-Kusumanjali અમદર્શિતવ્યતિ–
શબ્દ અનિત્ય છે કારણ કે તે ઉત્પન્ન થયેલ છે, જેમકે આકાશ. જો કે અત્રે ઉત્પત્તિ અને અનિત્યતા વચ્ચે અવિનાભાવ સંબંધ છે, છતાં
જે જે અનિત્ય નથી તે તે ઉત્પન્ન થયેલ નથી ” એમ દષ્ટાંતમાં વ્યતિરેક નિયમનું પ્રદર્શન કર્યું નથી. માટે અહીં વસ્તુનિષ્ઠ દેશ નથી કિન્તુ વાચનિક દેશ છે. વિપરીત વ્યતિરેક
શબ્દ અનિત્ય છે, કારણકે તે ઉત્પન્ન થયેલ છે. જે જે ઉત્પન્ન થતું નથી તે તે અનિત્ય નથી, જેમકે આકાશ. અહીં દષ્ટાંતમાં વ્યતિરેક ઉો મૂક્યો છે. કારણકે ખરે વ્યતિરેક તે જે જે અનિત્ય નથી તે તે ઉત્પન્ન થયેલ નથી એમ લેવો જોઈએ.
આ ઉપરાંત કેટલાક “ અવ્યતિરેક” નામને નવમો વૈધર્મ દષ્ટીઆભાર માને છે. અધ્યતિરેક
આ માણસ વીતરાગ નથી, કારણ કે તે વક્તા છે. જે જે રાગરહિત છે તે તે વક્તા નથી, જેમકે પત્થર. જો કે અત્રે પત્થર રાગરહિત છે તેમજ વક્તા નથી, તે પણ વીતરાગત્વ અને વસ્તૃત્વ એ બે વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ નથી.
“આગમ” એટલે શું? “Trગતે માત્ર રિજ્ઞાવલ્લેડથf અનેત્યાનમઃ' અર્થાત મર્યાદિતપણે જેનાથી અર્થનું જ્ઞાન થાય છે તે આગમ. આ જ્ઞાન શબ્દજનિત છે. સામાન્ય રીતે શબ્દજ્ઞાન એ આગમ પ્રમાણ છે. વિશેષરીત્યા જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણોથી વિરૂદ્ધ કથન ન હય, આત્માની ઉન્નતિને લગતું જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો હોય એવું, તરવના ગંભીર સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારું, રાગ-દ્વેષ ઉપર દબાવ કરી શકનારૂં, પરમ પવિત્ર શાસ્ત્ર
આગમ ” કહેવાય છે. કહેવા લાયક પદાર્થોને જે યથાર્થ રીતે જાણે છે તથા જેવું જાણે છે તેવું કહે છે તેને “ આસ્ત ” કહેવામાં આવે છે. આ આપ્ત બે પ્રકારના હોય છે-લેકિક અને લેકાર. પિતા વિગેરે લૌકિક આપ્ત અને તીર્થકરાદિ લે કાત્તર આપ્ત છે. આ બંનેમાં લોકોત્તર આત પુરૂષોનાં વચનોથી પ્રકટ થએલા અર્થનું જે જ્ઞાન, તે આગમ-શાસ્ત્ર છે. ઉપચારથી આસ પુરૂષોનાં વચનને પણ આગમ કહી શકાય છે,
147
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org