________________
Nyäyn-Kusumānjali સંદિગ્ધભય– " આ માણસ અસર્વજ્ઞ છે, રાગાદિકદોષયુક્ત હેવાને લીધે, જેમકે અમુક મુનિ. અમાં દૃષ્ટાંતભૂત મુનિ રાગાદિકદોષયુકત તેમજ અસર્વજ્ઞ છે કે નહિ, એમ સાધન અને સાધ્ય બનેને દષ્ટાન્તમાં સદેહ છે. અપ્રદર્શિતાવય–
શબ્દ અનિત્ય છે, કારણ કે તે ઉત્પન્ન થનાર છે, જેમ કે ઘટ. અહિં સાધનને સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ છે છતાં પણ અન્વય રૂપે તેનું પ્રરૂપણ કરવામાં આવ્યું નથી. જેમકે જે જે ઉત્પન્ન થાય છે તે અનિત્ય છે, યથા ઘટ. એ માટે પ્રસ્તુતમાં વસ્તુનિષ્ઠ દેશ નથી, કિન્તુ વાચિક દેષ છે.
વિપરીતાન્વય–
શબ્દ અનિત્ય છે કારણ કે તે ઉત્પન્ન થાય છે. જે જે અનિત્ય છે તે ઉત્પન્ન થયેલ છે, જેમ કે ઘટ. અહીં જે જે ઉત્પન્ન થાય છે તે અનિત્ય છે, જેમ કે ઘટ, એમ કહેવાને બદલે ઉલટું કહ્યું, માટે તે વિપરીતન્વય દોષ છે.
કેટલાક આચાર્યો અનન્વય નામને નવમો સાધમ્મદષ્ટાંતાભાસ માને છે.
અનવય–
આ માણસ રાગી છે, કારણ કે તે વક્તા છે, જેમ કે અમુક માણસ.' અહીં દૃષ્ટાંતભૂત અમુક માણસ વકતા તેમજ રાગી હેય, છતાં પણ વકતૃત્વ અને રાગીપણું એ બંને અવિનાભાવસંબંધવાળા નથી. તેથી આ ઉદાહરણમાં અનન્વય નામને દોષ આવે છે.
હવે વૈધર્મેદષ્ટાંતાભાસના આઠ પ્રકારે બતાવવામાં આવે છે. સિદ્ધસાધ્ય વ્યતિરેક, અસિદ્ધસાધન વ્યતિરેક, અસોભવ્યતિરેક, સંદિગ્ધસાધ્ય વ્યતિરેક, સંદિગ્ધસાધનવ્યતિરેક, સંદિગ્ધોભયવ્યતિરેક, અપ્રદર્શિતવ્યતિરેક, અને વિપરીત વ્યતિરેક. 19
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org