________________
નાયકુસુમાંજલિ.
[ jતીયઅસિદ્ધસાધ્ય વ્યતિરેક
અનુમાન બ્રાન્ત છે, કેમકે તે પ્રમાણ છે. જે જે ભ્રાન્ત નથી તે પ્રમાણુ નથી, જેમ કે સ્વપ્નજ્ઞાન. અહીં સ્વપ્નના ઉદાહરણમાં સાધ્યને વ્યતિરેક અસિદ્ધ છે, કેમકે સ્વપ્ન જ્ઞાનમાં બ્રાન્તત્વ રહ્યું છે. અસિદ્ધસાધનવ્યતિરેક
પ્રત્યક્ષ નિર્વિકલ્પક છે, કારણ કે તે પ્રમાણ છે. જે જે સવિકલ્પક છે તે પ્રમાણ નથી, જેમ કે અનુમાન. આમાં અનુમાનના ઉદાહરણમાં સાધન વ્યતિરેક અસિદ્ધ છે, કેમકે અનુમાનમાં પ્રમાણુત્વ રહેલું છે. અસિદ્ધાભયવ્યતિરેક –
શબ્દ નિત્યાનિત્ય છે, કારણ કે તે સત છે. જે જે નિત્યાનિત્ય નથી તે સત નથી, જેમ કે ઘટ. આ ઉદાહરણમાં સાધ્ય તેમજ સાધન બનેને વ્યતિરેક અસિદ્ધ છે, કારણ કે ઘટ નિત્યાનિત્ય છે અને સત પણ છે. સંદિગ્ધસાધ્ય વ્યતિરક–
કપિલ સર્વજ્ઞ નથી, કારણકે તે અક્ષણિકેકાવાદી છે. જે જે સર્વજ્ઞ છે તે ક્ષણિકેકાન્તવાદી છે, જેમકે બુદ્ધ. આમાં બુદ્ધના ઉદાહરણમાં સાધ્યને વ્યતિરેક સંદિધ છે, કેમકે બુદ્ધની સર્વશતા શંકાસ્પદ છે. સંદિગ્ધસાધન વ્યતિરેક–
આ માણસ વિશ્વાસપાત્ર નથી, કારણ કે તે રાગી છે. જે જે વિશ્વાસપાત્ર છે તે તે રાગી નથી, જેમ બુદ્ધ. અહિં દષ્ટાંતમાં સાધનને
વ્યતિરેક સંદિગ્ધ છે, કારણકે બુદ્ધમાં વીતરાગત સંદિગ્ધ છે. સંદિગ્ધભયવ્યતિરેક
કપિલ વિતરાગ નથી, કારણ કે તેણે પિતાનું માંસ ભૂખ્યાને આપ્યું નથી. જે જે વીતરાગ થયા છે તેણે ભૂખ્યાને પિતાનું માંસ આપ્યું છે, જેમ બુદ્ધ. અહિં દૃષ્ટાંતમાં સાધ્ય અને સાધન બંનેને વ્યતિરેક સંદિગ્ય છે, કારણકે બુદ્ધનું વીતરાગત સંદિગ્ધ છે તેમજ તેણે પિતાનું માંસ બીજાને ખાવા આપેલું કે કેમ તે ચોકકસ નથી.
16.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org