________________
Nyaya-Kusumānjali ભે છે--અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન. આ પ્રમાણે અવધિજ્ઞાન, મને યાંયાન અને કેવલજ્ઞાન એમ પારમાર્થિક પ્રત્યક્ષના ત્રણ ભેદ થયા,
અવધિજ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપસમ-વિશેષ ઉપર આધાર રાખે છે. આ જ્ઞાન રૂપી દ્રવ્યોને ગ્રહણ કરનારું છે. આ જ્ઞાનના બે પ્રકાર છે–ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. ભવ એટલે ગતિ, તે કારણવાળું અવધિજ્ઞાન “ભવપ્રત્યય” કહેવાય છે. મનુષ્ય, તિયચ, સ્વર્ગ અને નરક, એ ચાર ગતિઓમાં છેલ્લી બે ગતિઓ એવી છે કે તેની સાથે અવધિજ્ઞાન બંધાયેલું છે. તે ગતિમાં જતાંની સાથે પ્રાણીને અવધિજ્ઞાન પ્રકટ થાય છે અને તે ગતિના અન્ત સુધી તે રહે છે. આ માટે એ બે ગતિઓને લઈને અવધિજ્ઞાન ભવપ્રત્યય સમજવું. અવધિજ્ઞાનને અનુકુળ ક્ષેપક્ષમ પ્રગટાવનારા ગુણેની પ્રાપ્તિ થતાં જે અવધિજ્ઞાન મનુષ્ય-તિર્યંચને ઉત્પન્ન થાય છે, તે ગુણપ્રત્યય કહેવાય છે. સ્વર્ગ-નરકસ્થ જીવોનું અવધિજ્ઞાન તે ભવમાં જે ક્ષયોપશમથી પ્રગટ થયું છે, તે લોપશમ, તે ભવમાં કરેલ ગુણાભ્યાસથી ઉદ્ભૂત નથી, કિન્તુ પૂર્વ જન્મના ગુણથી ઉભૂત છે, એથી પૂર્વ જન્મની અપેક્ષાએ તે તેમનું (દેવતા અને નારકીઓનું) પણ અવધિજ્ઞાન વસ્તુતઃ ગુણપ્રત્યય છે, પરંતુ તેઓને તે ભવમાં ગુણાભ્યાસ કયો વિનાજ ( પ્રથમ ક્ષણેથીજ ) અવધિજ્ઞાન પ્રકટ થતું હોવાથી તે ભવની અપેક્ષાએ તે ભવપ્રત્યય કહેવાય છે.
મન:પર્યાયાન. આ જ્ઞાનને આધાર પણ વિશિષ્ટ લોપશમ છે. આ જ્ઞાન મનુષ્યક્ષેત્રમાં રહેલ સંસી જીવોએ ગ્રહણ કરેલા મનદ્રવ્યના પર્યાયોને પ્રકાશિત કરનારું છે.
જામrળમવધતિ–
अध्यक्षेतरदस्ति च स्मरणधीः संप्रत्यभिज्ञा पुनस्तकेश्वानुमितिस्तथाऽऽगम इति प्रख्यापितं पञ्चधा। तत्राद्यं त्वनुभूतवस्तुविषयं स्याद् वासनोबोधनादैक्यादिग्रहणं स्मृतेरनुभवाज्जातं द्वितीयं पुनः ॥ ३ ॥
117
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org