________________
સ્તબક.] Nyāya-Kusumānjali. શુદ્ધ ગતિમ સત્યેન તરૂણ
ખ્યા” એ વેદવાક્યથી પણ સિદ્ધ કરી આપ્યું. આ વેદવાક્યને અર્થ એ છે કે આ તિર્મય શુદ્ધ આત્મા સત્ય, તપ અને બ્રહ્મચર્યથી જાણી શકાય છે. આ પ્રમાણે જ્યારે ભગવાને તેમને નિ:સંશય કર્યો, ત્યારે તેમણે પણ પિતાના પાંચ છાત્રો સહિત દીક્ષા ગ્રહણ કરી.
વ્યકત.
ચતુર્થ “વ્યકતને ભૂતના અસ્તિત્વ વિષે શંકા હતી. જેના વનોપમ વૈ સ ” અર્થાત-સર્વ વસ્તુ સ્વપ્નતુલ્ય છે, એટલે મહાભૂત જેવું કંઈ છે જ નહિ, એમ “ વ્યકત ” માનતા હતા. કિન્તુ ભગવાને તેમને સમજાવ્યું કે-આ તો અધ્યાત્મના વિષયને લગતી મૃતિ છે. અને આનું તાત્પર્ય કનક, કામિની વિગેરેની અનિત્યતા દર્શાવવાનું છે; નહિ કે ભૂતસત્તાને નિષેધ કરવાનું. વળી જલમાં ચન્દ્રમાની માફક ભૂતનું જ્ઞાન ભ્રમજનિત છે અને સર્વ
ત્યાકાર છે એમ માનવું યુકિતપુર:સર નથી; કારણ કે આમ માનવા જતાં તે સ્વપ્ન, અસ્વપ્ન, ભ્રમ, અભ્રમ એવા ભેદ ઘટી શકે નહિ. વળી “સેવત, આપ સેવતા ” એ વેદ-વાકયથી ભૂત સત્તા સિદ્ધ થાય છે. એ પ્રમાણે કહીને પ્રભુએ તેમને સંશયરહિત કર્યા, એટલે તેમણે પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા લીધી. સુધર્મા.
પ્રભુએ પાંચમા સુધર્માને કહ્યું કે, તું એમ માને છે કે જે જેવો અત્રે હોય તે જ તે પરભવમાં હેવો જોઈએ. આ માન્યતાને સારૂ તું “ પુરુષ પુરુષત્વમતુતે જાવઃ પશુત્વ” એ વેદવાક્યને આધાર લે છે. આને અર્થ તું એમ કરે છે કે પુરૂષ મરીને પુરૂષજ અને પશુ મરીને પશુજ થાય છે. કિન્તુ આ સત્ય અર્થ નથી. વાસ્તવિક અર્થ તે એ છે કે કેઈક મનુષ્ય સરલતા, મૃદુતા વિગેરે ગુણયુકત હેય અને એથી તે, મનુષ્યનું આયુષ્યકર્મ બાંધી મરે તે તે જરૂર મનુષ્ય થાય; કિન્તુ એમ ન સમજવું કે દરેક મનુષ્ય મરીને મનુષ્યજ થાય. એ પ્રમાણે માયાદિક આચરણથી પશુનું આયુષ્ય બંધાય છે. આમ પશુનું આયુષ્ય જે પશુએ બાંધ્યું હોય તે પશુ તરીકે ઉત્પન્ન થાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org